પાળિયા ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા મળતા સ્મારકો છે, જે ઘણી વખત પૂજાતા પણ હોય છે.
પાળિયા અથવા ખાંભી પશ્ચિમ ભારત અને ખાસ કરીને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળતા સ્મારકનો એક પ્રકાર છે. પાકિસ્તાનના નગરપારકર અને થરપારકર વિસ્તારોમાં પણ પાળિયાઓ જોવા મળે છે. તે મોટે ભાગે મૃત્યુ પામેલી વ્યક્તિઓની યાદમાં હોય છે. પથ્થરનાં આ સ્મારકો પર પ્રતીકો અને શિલાલેખો હોય છે. આ સ્મારકો યોદ્ધાઓ, ખલાસીઓ, સતીઓ, પ્રાણીઓ અને તેમની સાથે સંકળાયેલી લોકકથાઓ અંગે હોય છે. પાળિયાઓ લોકજીવન અને શિલાલેખોના અભ્યાસ માટે મહત્વના છે.