કસરા (તા. કાંકરેજ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

કસરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકામાં આવેલું એક ગામ છે. કસરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

કસરા
—  ગામ  —
કસરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°02′20″N 71°56′29″E / 24.0389°N 71.9415°E / 24.0389; 71.9415
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો કાંકરેજ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

ઇતિહાસ ફેરફાર કરો

કસરા એ થરાનો ભાગ હતું જે બોમ્બે પ્રેસિડેન્સીની પાલનપુર એજન્સી હેઠળ હતું [૧] જે ૧૯૨૫માં બનાસકાંઠા એજન્સી બની. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી તે પહેલા બોમ્બે રાજ્ય અને ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી બનાસકાંઠા જિલ્લામાં આવ્યું.

જોવાલાયક સ્થળો ફેરફાર કરો

 
ખંડિત મંદિર, કસરા, ગુજરાત

અહીં વિષ્ણુનું પ્રાચીન મંદિર આવેલું છે, જે કોતરણી ધરાવતા અલગ-અલગ રંગના પથ્થરોથી બનેલું છે. આ કોતરણીને ભારે નુકશાન પહોંચેલું છે, પરંતુ મંદિર સચવાઇ રહ્યું છે. જુદાં-જુદાં રંગોના પથ્થરો સિવાય મંદિર વિશેષ બાંધણી ધરાવે છે. તેની લંબાઇ ૩૦ ફીટ જેટલી છે. વિષ્ણુની મૂળ મૂર્તિ ચાર હાથ ધરાવતી ચતુર્ભૂજ મૂર્તિ હતી, જે અલાદ્દીન ખિલજી (૧૨૯૫-૧૩૧૫) દ્વારા લૂંટી લેવાનું મનાય છે. હાલનું મંદિર લગભગ ૪૦૦ થી ૫૦૦ વર્ષ જૂનું છે. લોકવાયકા મુજબ મંદિર ગંધર્વસેન, વિક્રમાદિત્ય (ઇસ પૂર્વે ૫૬)ના પિતા, દ્વારા બંધાયેલું છે.[૨]

મંદિર હવે શિવ મંદિર તરીકે ઓળખાય છે અને રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-10) છે.

સંદર્ભ ફેરફાર કરો

નોંધ ફેરફાર કરો

ગ્રંથસૂચિ ફેરફાર કરો

  • Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦.
  • ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Radhanpur" . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. ૨૨ (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. પૃષ્ઠ ૭૮૫.

બાહ્ય કડીઓ ફેરફાર કરો

  આ લેખ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૩૪૨. માંથી પબ્લિક ડોમેઇનમાં રહેલું લખાણ ધરાવે છે.