કુંડી (તા. ધાનેરા)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
કુંડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા ધાનેરા તાલુકામાં આવેલું એક ગામ છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગફળી , જીરુ, વરિયાળી, બાજરી, તમાકું, દિવેલી, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, ગૌશાળા તેમ જ દૂધની ૨ ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
-
કુળદેવી મંદિર, સુથાર વાસ
-
શ્રી નીલકંઠ મહાદેવ મંદિર, કુંડી
-
કુંડી ગામ, ૨૦૧૨
-
ખેતલાજી મંદિર, કુંડી
કુંડી | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 24°30′52″N 72°01′24″E / 24.514444°N 72.023385°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
તાલુકો | ધાનેરા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરીઓ |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | એરંડા, બાજરી, મગફળી, શાકભાજી રાયડો |
ભૂગોળ
ફેરફાર કરોકુંડી ગામ રાજસ્થાનની સરહદ પર આવેલું છે. કુંડી ગામની સીમા ઉત્તરમાં રાજસ્થાનના ધનોલ, ધામસીન અને ખાખરીયા સાથે, દક્ષિણ-પશ્ચિમમાં માંડલ, રામપુરા અને વક્તાપુરા સાથે તથા પૂર્વમાં બાપલા સાથે જોડાયેલી છે. ગામની પૂર્વ દિશામાં રેલ નદી આવેલી છે.
જોવાલાયક સ્થળો
ફેરફાર કરો- નીલકંઠ મહાદેવ મંદિર
- ખેતલા બાપજી મંદિર
- રેલ નદી નો પટ
- શક્તિ માતા મંદિર
- ચામુંડાજી મંદિર
- હનુમાજી મંદિર
- ગોગાજી મંદિર
- વીર બાપજી મંદિર
- મામા બાપજી મંદિર
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |