ખેરવા
ખેરવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં આવેલું એક ગામ છે. તે ગુજરાત ના પાટનગર ગાંધીનગર થી લગભગ ૪૮ કિમી દૂર છે. તે રાજ્ય માર્ગ ૭૩ પર ગાંધીનગર અને મહેસાણા વચ્ચે છે.
ખેરવા | |
---|---|
ગામ | |
ઉમિયા ચોક | |
અક્ષાંશ-રેખાંશ: 23°32′39″N 72°26′35″E / 23.5443°N 72.443161°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
તાલુકો | મહેસાણા |
સરકાર | |
• સરપંચ | ગોવિંદભાઇ પટેલ |
વિસ્તાર | |
• કુલ | ૨૧.૩૪ km2 (૮.૨૪ sq mi) |
ઊંચાઇ | ૮૧ m (૨૬૬ ft) |
વસ્તી (2011) | |
• કુલ | ૯,૪૪૮[૧] |
• ક્રમ | 3 |
• ગીચતા | ૪૪૩/km2 (૧૧૫૦/sq mi) |
ભાષા | |
• મુખ્ય | ગુજરાતી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
પિન કોડ | ૩૮૨૭૧૧, ૩૮૪૦૦૧ |
વાહન નોંધણી | જીજે-૨ |
વેબસાઇટ | ખેરવા બ્લોગ |
ખેરવા ગામ ની નજીક માં આવેલા રેલવે સ્ટેશનમાં જગુદણ (૪ કિમી) અને મહેસાણા (૧૦ કિમી) નો સમાવેશ થાય છે. ખેરવા ગામ અમદાવાદ - મહેસાણા હાઈવે થી ફક્ત ૭ કિમી દૂર હોવાથી ઘણું સમૃદ્ધ છે.
ખેરવા ગામમાં સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત સિંચાઇ માટે વિશાળ તળાવ વિકસાવવામાં આવ્યું છે.[૨]
આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય નોકરી, ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, તમાકુ, બટાટા, લીંબુ તેમજ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. ખેરવા માં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી, બેંક, ATM, વાહન વ્યવહાર, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, મહાવિદ્યાલય જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
વસતી
ફેરફાર કરો૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે ખેરવામાં કુલ ૧૯૯૬ પરિવારો હતા, જેમની વસતી ૯,૪૪૮ની હતી.[૩] તેમાં ૪,૯૬૦ પુરુષો છે જ્યારે ૪,૪૮૮ સ્ત્રીઓ છે. લિંગ ગુણોત્તર ૯૦૫ છે, જે ગુજરાત રાજ્યની સરેરાશ ૯૧૯ ની તુલનામાં ઓછું છે. ખેરવામાં સાક્ષરતા દર ગુજરાતના ૭૮.૦૩% ની તુલનાએ ૯૦.૫૨% છે. ખેરવામાં બાળકોમાં જાતિ ગુણોત્તર ૭૭૬ છે, જે ગુજરાતની સરેરાશ ૮૯૦ કરતા ઓછી છે.
જોવાલાયક સ્થળો
ફેરફાર કરોઅહીંથી આશરે ૨ કિમી દૂર સધીમાતાનું મંદિર આવેલું છે. તેમજ અહીં સિદ્ધનાથ મહાદેવ મંદિર આવેલું છે.
શિક્ષણ
ફેરફાર કરોશ્રી જયકોરબાઈ વિદ્યામંદિર અને ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે આવેલા છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Kherva Village Population - Mahesana - Mahesana, Gujarat". www.census2011.co.in. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૭.
- ↑ "Sujalam Sufalam Yojana". guj-nwrws.gujarat.gov.in. મૂળ માંથી 2018-12-19 પર સંગ્રહિત. મેળવેલ 2018-12-09.
- ↑ "Kherva Village Population - Mahesana - Mahesana, Gujarat". www.census2011.co.in. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૭.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |