ગંગપુર

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ગંગપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા વાંસદા તાલુકાનું ગામ છે. ગંગપુર ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ઉપરાંત ગંગપુર ખાતે ભારત સેવાશ્રમ સંધ દ્વારા પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પી. ટી. સી. કોલેજ અને છાત્રાલય, હોસ્પિટલ, ફરતાં દવાખાનાં જેવાં સમાજ સેવાનાં કાર્યો ચલાવવામાં આવે છે. આ ગામમાં મહિલાઓ દ્વારા સહકારી મંડળી સ્થાપી એક નાહરી કેન્દ્ર ચલાવવામાં આવે છે, જ્યાં અહીંના લોકોના સ્થાનિક ખોરાક એવા નાગલીના રોટલા અને અડદની દાળ જોરદાર ચટણી સાથે તૈયાર મળે છે. આ ઉપરાંત ગુજરાતી થાળી પણ અહીં મળે છે.

ગંગપુર
—  ગામ  —
ગંગપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′58″N 73°21′43″E / 20.766135°N 73.362028°E / 20.766135; 73.362028
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો વાંસદા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી , પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી, શાકભાજી, તુવર
બોલી કુકણા, ધોડીયા


આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, શેરડી, તુવર તથા શાકભાજીની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસીઓની વસ્તી છે. અહીંના લોકો કુકણા બોલી અને ધોડીયા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે.

આ ગામ વાંસદાથી ધરમપુર જતા રાજ્ય ધોરી માર્ગ નં. ૫ પર તાલુકામથક વાંસદાથી આશરે ૧૦ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો