ગોઢા (તા. લાખણી)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
(ગોઢા (તા. ડીસા) થી અહીં વાળેલું)
ગોઢા (તા. લાખણી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા લાખણી તાલુકામાં આવેલું એક ગામ છે. ગોઢા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ગોઢા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 24°02′20″N 71°56′29″E / 24.0389°N 71.9415°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
તાલુકો | લાખણી |
વસ્તી | ૧,૭૧૬[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | મકાઈ, બાજરી, તુવર, શાકભાજી |
ધાર્મિક સ્થળો
ફેરફાર કરોગામમાં ઓગડનાથ મહારાજનું પૌરાણિક મંદિર આવેલું છે જ્યાં ભાઈ બીજના દિવસે મેળો ભરાય છે. ગોઢા ગામમાં વેજુબાઈ માતાજીનું એક પૌરાણિક મંદિર છે, જે માતાજીના દર મહિનાની બીજ પર મેળો ભરાય છે, અને ત્યાં ગામ ગામથી ભક્તો બીજ ભરવા આવે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Godha Village Population, Caste - Deesa Banaskantha, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૭ ઓગસ્ટ ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |