પાદરી (તા. તળાજા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ અને હડપ્પીય સ્થળ

પાદરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા તળાજા તાલુકામાં આવેલું એક ગામ છે.[] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[]

પાદરી (તા. તળાજા)
કેરાલા-નો-ધોરો
—  ગામ  —
પાદરી (તા. તળાજા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°17′43″N 71°59′36″E / 21.295252°N 71.993226°E / 21.295252; 71.993226
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 66 metres (217 ft)

કોડ

પાદરી ઘણી વખત કેરાલા-નો-ધોરો તરીકે ઓળખાય છે, જે સિંધુ ખીણની સંસ્કૃતિનું પુરાતત્વીય સ્થળ છે.[]

સમયગાળો

ફેરફાર કરો

શરૂઆતી હડપ્પીય અને પુખ્ય હડપ્પીય સમયગાળાના બાંધકામો આ સ્થળ પરથી મળ્યા છે. સોમનાથ ‍(પ્રભાસ પાટણ), લોટેશ્વર અને અહીંથી મળેલા અલગ જ પ્રકારના માટીનાં વાસણો પાદરી અને લોટેશ્વરની શરૂઆતી વસાહતો કરતાં અલગ પ્રકારનો વસવાટ સૂચવે છે.[]

અત્યંત મોટા કદનો તાંબાનો માછલીઓનો ગાળિયો અહીંથી મળ્યો છે, જે મોટી માછલી પકડવા વપરાતો હતો એમ સૂચવે છે. આ સ્થળ પરથી મજબૂત સંગ્રહ બરણીઓ મળી છે, જે મીઠાંનું પરિવહન કરવા માટે વપરાતી હતી. અહીંથી મળેલી બરણી પર ભેંસના શીંગડાનું અને ભેંસના શીંગડા પહેરેલી આકૃતિનું ચિહ્ન જોવા મળ્યું છે.[] આ સ્થળના શરૂઆતી હડપ્પીય સ્તર પર હડપ્પીય લખાણો જેવા ચિહ્નો મળ્યા છે અને આવા લખાણો કાલિબંગન અને ધોળાવીરામાં પણ જોવા મળ્યા છે.[]

બાંધકામ

ફેરફાર કરો

શરૂઆતી હડપ્પીય સમયગાળામાં સમચોરસ મકાનો અને ઓરડાઓ અને કાર્યશાળાઓ ધરાવતા મકાનો બાંધવામાં આવ્યા હતા. પુખ્ત હડપ્પીય સમયગાળા દરમિયાન ઇંટથી મકાનો જમીન ઉપર ચૂના અને છાણાંનું લીંપણ કરી બાંધવામાં આવ્યા હતા. આ મકાનોમાં સંગ્રહ કરવાની અને રસોઇ માટેની જગ્યા હતા.[]

મીઠાનું ઉત્પાદન

ફેરફાર કરો

આ ગામમાં સમુદ્રના પાણીનું બાષ્પીભવન કરીને મીઠાનું ઉત્પાદન કરાતું હોવાનું મનાય છે.[]

આ પણ જુવો

ફેરફાર કરો
તળાજા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


  1. ૧.૦ ૧.૧ "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર તળાજા તાલુકાના ગામોની યાદી". bhavnagardp.gujarat.gov.in. ગુજરાત સરકાર. ૭ ઓકટોબર ૨૦૧૩. મૂળ માંથી ૨૩ જુલાઇ ૨૦૧૩ પર સંગ્રહિત. મેળવેલ ૭ ઓકટોબર ૨૦૧૩. Check date values in: |access-date= and |date= (મદદ)
  2. McIntosh ૨૦૦૮, p. ૨૨૧.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ McIntosh ૨૦૦૮, p. ૭૪-૨૨૧.
  4. McIntosh ૨૦૦૮, p. ૧૩૫-૧૩૭.
  5. Singh, Upinder (૨૦૦૮). A history of ancient and early medieval India : from the Stone Age to the 12th century. New Delhi: Pearson Education. પૃષ્ઠ ૧૪૬. ISBN 9788131711200.

ગ્રંથસૂચિ

ફેરફાર કરો