ભુતેડી (તા. પાલનપુર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ


ભુતેડી (તા. પાલનપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા પાલનપુર તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] ભુતેડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ભુતેડી
—  ગામ  —
ભુતેડીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°10′16″N 72°26′17″E / 24.171°N 72.438°E / 24.171; 72.438
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો પાલનપુર
સરપંચ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા,માધ્યમિક શાળા પંચાયતઘર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંગણવાડી, દૂધની ડેરી બેન્ક
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

આ ગામના ચોકમાં અંબાજી મંદિર છે‌ અને પ્રાચીન સ્વયંભૂ બે શિવલિંગ વાળા હર ગંગેશ્વર મહાદેવજીનું મંદિર છે. પર્વતની તળેટીમાં બહુચર‌માતા, મહાકાળીમાતા અને ગોગા મહારાજના મંદિરો આવલા છે. ગામનો ડુંગર અને એમાં આવેલ શિવાલય એક પર્યટક સ્થળ જેવું છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Banaskantha District Panchayat | My Taluka|Palanpur-Taluka". banaskanthadp.gujarat.gov.in (અંગ્રેજીમાં). મૂળ માંથી ૨૩ જાન્યુઆરી ૨૦૧૯ પર સંગ્રહિત. મેળવેલ ૧૩ નવેમ્બર ૨૦૧૭.