રોઝડા (તા. ભાણવડ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
(રોજડા (તા. ભાણવડ) થી અહીં વાળેલું)

રોઝડા (તા. ભાણવડ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા ભાણવડ તાલુકામાં આવેલું બરડા વિસ્તારનું એક ગામ છે. રોઝડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

રોઝડા
—  ગામ  —
રોઝડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°56′00″N 69°47′00″E / 21.9333°N 69.7833°E / 21.9333; 69.7833
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો દેવભૂમિ દ્વારકા
તાલુકો ભાણવડ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી,
ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમ જ અન્ય શાકભાજી

આ ગામ દેવભૂમિ દ્વારકાથી ૯૨ કિલોમીટર અને તાલુકા મથક ભાણવડથી ૨૩ કિલોમીટર અંતરે પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરહદ પર અને ભાણવડ, પોરબંદર અને કલ્યાણપુર તાલુકાના ત્રિભેટે આવેલું છે.

વિશેષતા

ફેરફાર કરો

રોઝડા ગામમાં ૧ એપ્રિલ, ૧૯૫૧ના રોજ ગ્રામ પંચાયતની સ્થાપના થયા પછી આજદિન સુધી એની ચૂંટણી થઇ નથી. ગામમાં પાણી પુરવઠાનો હોજ, પાણીનો ટાંકો, ગૌશાળા, પ્રાથમિક શાળા જેવી સુવિધાઓ છે. ગામના મુખ્ય માર્ગ - બજારને એકસરખા સુંદર રંગે તમામ મકાનો રંગેલાં હોવાથી સોહામણું લાગે છે. રોઝડા ગામને અનેક પુરસ્કારો તેમ જ પ્રમાણપત્રો મળેલાં છે.

ભાણવડ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન