સીપોર (તા. વડનગર)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
સીપોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા વડનગર તાલુકામાં આવેલું એક ગામ છે. સીપોર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય સરકારી તેમજ ખાનગી નોકરી, ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બેંક, બજાર, પ્રાથમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડીઓ તેમ જ દૂધની ડેરી, પશુ ચિકીત્સાલય જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
સીપોર | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°47′00″N 72°38′12″E / 23.78339°N 72.636688°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહેસાણા |
તાલુકો | વડનગર |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,ઉચ્ચતર માધ્યમિક શાળા ,પુસ્તકાલય
દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | ઘઉં, જીરુ, વરિયાળી, |
ગામની ઉત્તર દિશામાં તળાવ આવેલું છે. અહીંથી વડનગર, ખેરાલુ તથા ઇડર માટે બસ સુવિધા પ્રાપ્ત છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |