આદિત્યાણા (તા. રાણાવાવ)

આદિત્યાણા (તા. રાણાવાવ)ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા પોરબંદર જિલ્લામાં આવેલા રાણાવાવ તાલુકામાં આવેલું એક નગર છે. આદિત્યાણા નગરના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, ચૂના પથ્થર, સિમેન્ટ ઉદ્યોગ તેમ જ પશુપાલન છે. આ નગરમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ત થયેલી છે. આ નગર બરડા ટેકરીઓ નજીક આવેલું છે.

આદિત્યાણા
—  નગર  —
આદિત્યાણાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°43′04″N 69°41′27″E / 21.717723°N 69.690714°E / 21.717723; 69.690714
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પોરબંદર
તાલુકો રાણાવાવ
વસ્તી ૧૭,૨૩૭ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન, ચૂના પથ્થર, સિમેન્ટ ઉદ્યોગ
મુખ્ય ખેતપેદાશ ઘઉં, બાજરી,કપાસ,દિવેલા,
રજકો, શાકભાજી

આદિત્યાણા નગરની સ્થાપના ઇ.સ. ૧૭૪૮માં થઇ હતી.[૧]

જાબુંવનની ગુફા

ફેરફાર કરો

નગરની પૂર્વ દિશાએ ટેકરી પર જાંબુવનની ગુફાના નામથી જાણીતી ગુફા આવેલી છે.[૨] જાંબુવન એ ભારતીય મહાકાવ્યોનું એક પાત્ર છે, જેમની પુત્રી જાંબુવતીના લગ્ન કૃષ્ણ સાથે થયા હતા.[૧]

અર્થતંત્ર

ફેરફાર કરો

૧૮૩૯માં ગામની ઉત્તર-પૂર્વ દિશામાં ટેકરીઓમાં ક્વારીની સ્થાપના થઇ હતી. આ પથ્થરો મોટાભાગે મુંબઈ અને અન્ય સ્થળોએ મોકલવામાં આવે છે, જેને પોરબંદર પથ્થર કહે છે. આ ચૂનાના, પીળાશ પડતા રંગના પથ્થરો છે. સ્થાનિક ભાષામાં તેને માખણિયો પથ્થર કહે છે. એવું કહેવાય છે કે આ પથ્થરોથી બનાવેલી દિવાલ વરસાદની ઋતુમાં પણ મજબૂત રહે છે, તેમજ પથ્થરો એકબીજાથી ચોંટીને મજબૂત થઇ જાય છે.[૧]

અહીં નજીકમાં સિમેન્ટનું કારખાનું આવેલું છે.

૨૦૦૧ની વસ્તી ગણતરી,[૩] આદિત્યાણાની વસ્તી ૧૭,૨૩૭ વ્યક્તિઓની હતી.

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૫૫.
  2. "જાંબુવનની ગુફા". મૂળ માંથી 2013-06-05 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ જુલાઇ ૨૦૧૬.
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ સંગ્રહિત માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૦૮.

  આ લેખ Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૫૫. માંથી હવે પબ્લિક ડોમેઇનમાં રહેલું લખાણ ધરાવે છે.