તાજપુર કેમ્પ (તા. તલોદ)
તાજપુર કેમ્પ (તા. તલોદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા તલોદ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ તલોદ તાલુકા મથકથી પૂર્વ દિશાએ ૧૦ કિમી. જેટલા અંતરે અમદાવાદથી મોડાસા જતા રાજ્ય ધોરીમાર્ગ ૬૮ પર, મેશ્વો નદીના કિનારે આવેલું છે. તાજપુર કેમ્પ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. ઊનાળાની ઋતુમા આ ગામમાં મેશ્વો નદીની રેતીમાં પકવવામાં આવતી ખુબજ સ્વાદિષ્ટ સક્કર ટેટીનું મોટા પાયે વેચાણ થાય છે. આ ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ઉપરાંત ૬૦૦ વર્ષ પુરાણુ મહાદેવનું મંદિર આવેલ છે.
તાજપુર કેમ્પ | |
— ગામ — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 23°21′06″N 72°57′12″E / 23.351782°N 72.953439°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સાબરકાંઠા |
તાલુકો | તલોદ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી શાકભાજી |
તાજપુર કેમ્પ જૂથ ગ્રામ પંચાયતનો ભાગ છે, જેમા તાજપુર, પાસીના મુવાડા, કેમ્પ, નવાપુરા અને પાસીના છાપરા ગામોનો સમાવેશ થાય છે. વસ્તી ગણતરી-૨૦૧૦ના અંદાજ મુજબ આ જૂથ ગ્રામ પંચાયતના વિસ્તારમા આવેલા ગામોની કુલ વસ્તી ૬૦૦૦ની છે જ્યારે ગ્રામ પંચાયતના મતદારોની કુલ સંખ્યા ૨૬૦૦ની છે. છેલ્લે તાજપુર કેમ્પ ગ્રામ પંચાયતની ચુંટણી તારીખ ૨૯/૧૨/૨૦૧૧ના રોજ થયેલી. જેમા તાજપુર કેમ્પ ગ્રામ પંચાયતમા કુલ સાત ઉમેદવારોએ સરપંચપદ માટે ઉમેદવારી કરેલી. હાલ જિતસિંહ પી. રાઠોડ સરપંચ પદે છે. આ ગામ અત્યાર સુધી ૧૦૯ બાયડ વિધાનસભા મતવિસ્તારમા આવેલ હતું ચાલુ સાલથી આ ગામ નો સમાવેશ ૩૩ પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારમા કરવામા આવેલ છે આ ગામની પૂર્વ દિશામા એક મોટુ ડેગમાર તરાવ આવેલ છે જે છેલ્લા ૩૦ વરસથી ખાલી છે. જેને સુજલામ સુફલામ કેનાલના પાણીથી ભરવામા આવે તો આજુબાજુના કુવાના પાણીના સ્તર ઉપર આવી શકે તેમ છે. જેને પાણીથી ભરવા માટે તથા તરાવને ઉંડુ કરવા માટે નવ નિયુક્ત સરપંચ જિતસિંહ પી. રાઠોડે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરેલ છે અગાઉના વિધાનસભાના નેતાઓ દ્વારા આ ગામ પ્રત્યે ઓરમાયુ વર્તન રાખવામા આવેલ છે. આ ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદી પરનો પુલ ખુબજ જુનો છે . જેની જગ્યાએ નવો પુલ બનાવવો ખુબ જ જરુરી છે.આ ગામના વિકાસ માટે સરકારની સહાયની ખુબ જ જરુર છે.--Sarpanch (talk) ૨૧:૫૪, ૧૭ ઓકટોબર ૨૦૧૨ (IST)--Sarpanch (talk) ૨૧:૫૪, ૧૭ ઓકટોબર ૨૦૧૨ (IST)
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |