દૈયપ (તા. વાવ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

દૈયપ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલું એક ગામ છે.[] દૈયપ ગામ એ ગામ અને ગોળીયું (ગોકુળનગર) એમ બે ભાગ માં વિભાજીત છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, ઇસબગુલ, મેથી, મકાઈ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, તેમજ દૂધ ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

દૈયપ
—  ગામ  —
દૈયપનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°21′48″N 71°30′58″E / 24.363445°N 71.516012°E / 24.363445; 71.516012
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો વાવ તાલુકો
વસ્તી ૪,૦૭૩ (૨૦૧૧[])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી
સાલમપૂરી બાપજી મંદિર, દૈયપ

ગામમાં વિશ્વનાથ મહાદેવ મંદિર, સાલમપુરી બાપજીનું મંદિર, જૈન દેરાસર, ઉપરાંત અન્ય ઘણાં દેવી-દેવતા ઓના મંદિર આવેલ છે. ગામની સીમાએ તળાવ આવેલું છે, જેને સ્થાનિક લોકો તરકુરીયા નામે ઓળખે છે.

  1. "Daiyap Population - Banaskantha, Gujarat". મેળવેલ ૨૮ ઓક્ટોબર ૨૦૧૬.
  2. "Banaskantha District Panchayat My Taluka Vav-Taluka". મેળવેલ ૨૮ ઓક્ટોબર ૨૦૧૬.