પડાલ (તા. ગળતેશ્વર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

પડાલ (તા. ગળતેશ્વર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ખેડા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ગળતેશ્વર તાલુકામાં આવેલું એક ગામ છે. પડાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, શેરડી, મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

પડાલ
—  ગામ  —
પડાલનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°47′50″N 73°12′37″E / 22.797118°N 73.210184°E / 22.797118; 73.210184
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ખેડા
તાલુકો ગળતેશ્વર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો મકાઈ, બાજરી, કપાસ, દિવેલી,

તમાકુ, બટાટા, શક્કરીયાં

આ ગામમાં મુસ્લિમ તથા અન્ય લોકોની વસ્તી રહે છે. ગામની બાજુમાંથી નર્મદા નદી પરની સરદાર સરોવર યોજના તેમ જ મહી નદી પરની વણાકબોરી સિંચાઇ યોજનાની નહેરો પસાર થાય છે. આ ગામના યુવાનોએ પોતાની દક્ષતાને કારણે રાજ્યસ્તરની વોલિબોલની ટીમમાં સ્થાન મેળવ્યું છે.

ભૌગોલિક સ્થાન

ફેરફાર કરો

પડાલ ગામ ૨૨.૮૬° N ૭૩.૩૩° E.[] પર વસેલું છે. સમુદ્રની સપાટીથી આ શહેરની સરેરાશ ઉચાંઇ ૫૬ મીટર (૧૮૭ ફીટ) છે.

સંદર્ભો

ફેરફાર કરો