મોટા (તા. પાલનપુર)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
મોટા ભારત દેશનો ગુજરાત રાજ્યની ઉત્તરમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું ગામ છે. આ ગામ પાલનપુર-ડીસા હાઇવે પર પાલનપુરથી ૧૭ કિમીના અંતરે આવેલું છે. ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા અને આંગણવાડી કેન્દ્રો, આરોગ્ય કેન્દ્ર, પંચાયતઘર, બેંક, પોસ્ટ ઓફીસ, ડેરી, સેવા સહકારી મંડળી વગેરે છે. રોજગાર માટે લોકો નજીક આવેલા જી.આઇ.ડી.સી. અને એચ.પી.સી.એલ.માં કામ અર્થે જાય છે. ગામની વસ્તી આશરે ૫૦૦૦ ની છે. ગામમાં શિક્ષણનું પ્રમાણ સારૂ છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુ પાલન છે.
મોટા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 24°10′16″N 72°26′17″E / 24.171°N 72.438°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
તાલુકો | પાલનપુર |
સરપંચ | |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી |
સંદર્ભો
ફેરફાર કરોઆ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |