શંખેશ્વર (તા. શંખેશ્વર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

શંખેશ્વર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા શંખેશ્વર તાલુકામાં આવેલું એક નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. શંખેશ્વર નગરના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. અહીં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ નગરમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, કૉલેજ, કેન્દ્રીય આરોગ્ય કેન્દ્ર (સી.એચ.સી.), બેંક, જિલ્લા સહકારી બેંક, પશુ દવાખાનું, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

શંખેશ્વર
—  નગર  —
શંખેશ્વર જૈન તીર્થ
શંખેશ્વર જૈન તીર્થ
શંખેશ્વરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°40′57″N 71°46′30″E / 23.6824°N 71.775124°E / 23.6824; 71.775124
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પાટણ
તાલુકો શંખેશ્વર
વસ્તી ૯,૦૪૨[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

જૈન આચાર્ય મેરુતુંગે આ સ્થળને તેમના સાહિત્યમાં શંખપુર તરીકે વર્ણવ્યું હતું. ગામની ઉત્તરે આવેલા પાળિયા સંવંત ૧૩૨૨ (ઈ.સ. ૧૨૬૫)નો સમય દર્શાવે છે. હાલનું પાશ્વનાથ મંદિર ઈ.સ. ૧૮૧૧માં બાંધાવામાં આવ્યું હતું. ગામમાં સંવત ૧૬૫૨( ઈ.સ. ૧૫૯૬)ના સમયના જૂના જૈન મંદિરના અવશેષો જોવા મળે છે. તેની નજીકમાં શ્રીપૂજ્યની છત્રી અને સ્મારક આવેલા છે.[]

મુઘલ ઈતિહાસ પ્રમાણે શંખેશ્વર ગામ શાહજહાંએ અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરીને આપ્યું હતું.[]

ધાર્મિક સ્થળો

ફેરફાર કરો

અહીં પ્રખ્યાત પાર્શ્વનાથ જૈન મંદિર આવેલું છે.

  1. "Shankheshvar Village Population, Caste - Sami Patan, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ 2019-01-02.[હંમેશ માટે મૃત કડી]
  2. James Burgess (1876). Report on the Antiquities of Kutch & Kathiawar: Being the Result of the Second Season's Operations of the Archaeological Survey of Western India, 1874-1875. London: India Museum. પૃષ્ઠ 217. મેળવેલ 27 August 2016. CS1 maint: discouraged parameter (link) Alt URL સંગ્રહિત ૨૦૧૬-૦૮-૨૯ ના રોજ વેબેક મશિન
  3. Gujarat (India) (1975). Gazetteers: Mehsana. Directorate of Government Print., Stationery and Publications. પૃષ્ઠ 828.