કોઠારીયા (સંભલપુર) (તા. રાજકોટ)
કોઠારીયા(સંભલપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા રાજકોટ તાલુકામાં આવેલું એક ગામ છે. જેનુ જુનુ નામ સંભલપુર પણ હતું. ગામમાં પ્રાથમિક શાળા, દૂધની ડેરી, પંચાયતઘર, પોષ્ટ ઓફીસ, બેંક વગેરે જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામમાં ઉધોગ, ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ઘઉં, ડાંગર, બાજરો, કપાસ, જીરૂ, મગફળી અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે.
કોઠારીયા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°18′14″N 70°48′08″E / 22.303895°N 70.80216°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | રાજકોટ |
તાલુકો | રાજકોટ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ અન્ય શાકભાજી |
આ ગામ રાજકોટ શહેરનાં બસસ્ટેન્ડથી ૯ કીલોમીટર શહેરથી દક્ષિણે કોટડા-સાંગાણી રોડ ઉપર આવેલુ છે. આ ગામની પુર્વમાં લાપાસરી ગામ આવેલુ છે, પશ્ચિમે નેશનલ હાઈવે ૮બી રોડ પસાર થાય છે, જયાં કોઠારીયા સોલવન્ટ ગામ આવેલુ છે. જ્યારે દક્ષિણે ખોખડદળ ગામ આવેલુ છે.
ગામમાં રાજકોટના ભાયાતન સમયનો ખંડિત દરબારગઢ આવેલો છે. પરંતુ અત્યારે ત્યાં વસવાટ ન હોવાથી ખંઢેર હાલતમાં પડેલ છે. ત્યાં રજવાડાના સમયમાં કરીમભાઈ વાલેરા રાજ-ગાયક તરીકે કામ કરતા હતા.[૧] એ કરીમભાઈ વાલેરાના એક પુત્ર ઈસ્માઈલ વાલેરા ગુજરાતી ચલચિત્રોમાં પાશ્વ-ગાયક તરીકે કામ કરતા હતા.[૧]
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |