કુવાડવા (તા. રાજકોટ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

કુવાડવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા રાજકોટ તાલુકામાં આવેલું એક ગામ છે. રાજકોટ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮-બ રોડ ઉપર ૧૮ કિ.મી.નાં અંતરે આવેલ છે. આ ગામમાં પ્રાથમિક શાળા,માધ્યમિક શાળા,પી.ટી.સી કોલેજ,હોટૅલ મેનેજમેન્ટ કોલેજ, પંચાયતઘર, પોષ્ટ ઓફીસ, દવાખાનું, દૂધની ડેરી, પેટ્રોલ પંપ, વગેરે જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. તેમ જ આ ગામમાં બનતા પેંડા (દુધની એક બનાવટ) ખુબ જ વખણાય છે. વાંકાનેર જવા માટેનો રસ્તો આ ગામની થોડે આગળથી જ વળે છે.

કુવાડવા
—  ગામ  —
કુવાડવાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°18′14″N 70°48′08″E / 22.303895°N 70.80216°E / 22.303895; 70.80216
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો રાજકોટ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી


આ ગામમાં ખેતી, પશુપાલન અને ઉધોગ મુખ્ય વ્યવસાય છે. ઘઉં, ડાંગર, બાજરો, કપાસ,જીરૂ, મગફળી અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે. આ ગામમાં કપાસ માટેની જીનીંગ મીલો પણ આવેલી છે. આ ગામની નજીક ગાયત્રી મંદીર અને ત્રીમંદીર જોવાલાયક સ્થળ છે. વોટર પાર્ક પણ જાણીતુ છે.

રાજકોટ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન