ટુન્ડાવ

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ટુન્ડાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલું એક મોટું અને વિકસિત ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે દિવેલી, બાજરી, તમાકુ, રાયડો, ક્પાસ, ઘઉં, વરિયાળી, તલ, જીરુ, સુવા, ક્ઠોળ, જુવાર તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, આરોયગ્ય કેન્દ્ર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ટુન્ડાવ
—  ગામ  —
ટુન્ડાવનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°49′46″N 72°19′43″E / 23.829394°N 72.3285453°E / 23.829394; 72.3285453
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો ઉંઝા
વસ્તી ૪,૬૬૫[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં, શાકભાજી

પુરાણોમાં આ વિસ્તાર ધર્મારણ્ય તરીકે ઓળખાતો હતો. આ પુરાણો અનુસાર જ્યારે રામે રાવણનો વધ કર્યો ત્યારે તેમણે વસિષ્ઠ ઋષિને એવા સ્થળની પૃચ્છા કરી જ્યાં તેઓ બ્રહ્મહત્યાનું પાપ ધોઇ શકે. વસિષ્ઠ મુનિએ તેમને ધર્મારણ્ય જવા કહ્યું, જે હાલના મોઢેરા નજીક હતું. ધર્મારણ્યમાં રામે મોઢેરક ગામ સ્થાપ્યું અને ત્યાં યજ્ઞ કર્યો. ત્યારબાદ ત્યાં સીતાપુર ગામની સ્થાપના થઇ જે બેચરાજી મોઢેરકથી ૧૫ કિમી દૂર હતું. પછીના સમયમાં તે ગામ મોઢેરા તરીકે ઓળખાવા લાગ્યું જ્યાં સૂર્ય મંદિરની સ્થાપના સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇસ ૧૦૨૬માં કરી હતી.[સંદર્ભ આપો]

ગામમાં જ્ઞાનેશ્વરી વાવ આવેલી છે, જે ૧૬-૧૭મી સદીની છે. આ વાવમાં સામાન્ય રીતે છેલ્લા માળમાં આવેલા મંદિરની જગ્યાએ પ્રથમ માળમાં મંદિર આવેલું છે.

ટુન્ડાવ ઉંઝાથી ૭ કિ.મી. દૂર આવેલું છે.

ઉદ્યોગો

ફેરફાર કરો

ટુન્ડાવ ગામ તમાકુના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. અહીં તમાકુની ફેક્ટરીઓ (ખળી) આવેલી છે.

  1. "Census of India: View Population Details". censusindia.gov.in. મેળવેલ ૨૪ માર્ચ ૨૦૧૭.