રાપર તાલુકો
ગુજરાતના કચ્છ જિલ્લાનો તાલુકો
રાપર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલો તાલુકો છે, રાપર આ તાલુકાનું મુખ્યમથક છે.
રાપર તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | કચ્છ |
મુખ્ય મથક | રાપર |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૨૧૭૩૧૫ |
• લિંગ પ્રમાણ | ૯૫૭ |
• સાક્ષરતા | ૪૪.૭% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
આ તાલુકો કચ્છના પૂર્વ ભાગમાં છેડા પર આવેલો છે. તેની ઉત્તર તરફ કચ્છનું મોટું રણ, પૂર્વ અને દક્ષિણમાં કચ્છનું નાનું રણ, નૈર્ઋત્યમાં ભચાઉ તાલુકો તથા પશ્ચિમ અને વાયવ્યમાં કચ્છનું મોટું રણ આવેલાં છે.
અહીં સમુદ્ર કિનારો તથા ત્રિકમ સાહેબની જગ્યા જેવાં જોવાલાયક સ્થળો આવેલાં છે. તાલુકામાં જાન મઢીયા તથા ફિફવો જેવી નદીઓ અને લીલવો ડુંગર નામક એક પર્વત પણ છે. રાપર તાલુકામાં કપાસ, એરંડા, બાજરી, મગ, તલ, જીરું, ઇસબગુલ, ગુવાર, કોડ, રાયડો, ઘઉં, શકકરટેટી તેમજ જુવાર જેવા પાકોનું વાવેતર થાય છે.
રાપર તાલુકાના ગામ
ફેરફાર કરો
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Rapar Taluka Population, Religion, Caste Kachchh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-24 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૮.
નોંધ
ફેરફાર કરો- ગામનાં નામોમાં ઉચ્ચારભેદ સંભવ છે. સ્થાનિક ઉચ્ચારો સુધારવા જરૂરી.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |