દેવની મોરી (તા. ભિલોડા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

દેવની મોરી (તા. ભિલોડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલા અરવલ્લી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ભિલોડા તાલુકામાં મેશ્વો નદીના કિનારે આવેલું એક ગામ છે. દેવની મોરી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

દેવની મોરી
—  ગામ  —
દેવની મોરી માંથી મળેલું ટેરાકોટાનું બનેલું બુદ્ધનું મસ્તક (ઇ.સ. ૩૭૫-૪૦૦‌)
દેવની મોરી માંથી મળેલું ટેરાકોટાનું બનેલું બુદ્ધનું મસ્તક (ઇ.સ. ૩૭૫-૪૦૦‌)
દેવની મોરીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°46′09″N 73°14′39″E / 23.769116°N 73.2441°E / 23.769116; 73.2441
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અરવલ્લી
તાલુકો ભિલોડા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,
દિવેલી, શાકભાજી

પુરાતત્વીય મહત્ત્વ ફેરફાર કરો

 
દેવની મોરીમાંથી મળેલો પથ્થરનો દાબડો

દેવની મોરી એક બૌદ્ધ પુરાતત્વીય સ્થળ છે. તે ત્રીજી કે ચોથી સદી અથવા લગભગ ઈ.સ. ૪૦૦ના સમયગાળાનું સ્થળ છે.[૧][૨] તેનું સ્થાન ગુજરાતના વિસ્તારમાં વેપારી માર્ગો અને વણજારો સાથે સંકળાયેલું હતું.[૩] ખોદકામમાં સૌથી નીચલા સ્તરમાં ૮મી સદી પહેલાંની બૌદ્ધ કલાકૃતિઓ મળી આવી છે.મધ્યસ્તરમાં ગુર્જર-પ્રતિહાર સમયગાળાની બૌદ્ધ અને હિંદુ પ્રભાવની મિશ્ર કલાકૃતિઓ જોવા મળી છે જ્યારે સૌથી ઉપરના સ્તરે મુસ્લિમ પ્રભાવ ધરાવતા ૧૪મી સદીના ચમકતા વાસણો મળી આવ્યા છે.[૧] આ સ્થળનું ખોદકામ ૧૯૬૦થી ૧૯૬૩ વચ્ચે કરવામાં આવ્યું હતું.[૧] મેશ્વો નદી પર બાંધવામાં આવેલા જળાશયના પાણીથી આ સ્થળ પૂરગ્રસ્ત બન્યું હતું.[૪]

બૌદ્ધ શિલ્પો ફેરફાર કરો

દેવની મોરીમાંથી ખોદકામ કરતાં બૌદ્ધ સ્તુપ અનેે વિહાર મળી આવ્યા છે.[૫] ગૌતમ બુદ્ધના અવશેષો રાખેલા હોય તેવા વિશ્વના પાંચ સ્થળોમાંથી દેવની મોરી એક છે, જ્યાં દાબડામાં બૌદ્ધના દાંત રાખવામાં આવ્યા હતા.[૬]

આ સ્થળેથી મળી આવેલા ટેરાકોટા બૌદ્ધ શિલ્પો ૩જી થી ૪થી સદીના છે અને તે ગુજરાતમાં જોવા મળતી પ્રારંભિક મૂર્તિઓમાંની એક છે.[૧] આ અવશેષો શામળાજી સંગ્રહાલય અને વડોદરા સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે.

વિહાર ફેરફાર કરો

 
દેવની મોરી વિહાર

દેવની મોરી એક મઠ માટેની વિશિષ્ટ બાંધકામની ભાત ધરાવે છે, જેમાં પ્રવેશદ્વારની સામે એક મૂર્તિનું મંદિર બાંધવામાં આવ્યું છે. આ પ્રકારની વ્યવસ્થા ઉત્તર-પશ્ચિમના સ્થળો જેવા કે કાલવન (પાકિસ્તાનના તક્ષશિલા વિસ્તારમાં) અથવા ધર્મરાજિક (તક્ષશિલા વિસ્તાર)માં શરૂ કરવામાં આવી હતી.[૨] એવું માનવામાં આવે છે કે દેવની મોરીની આ સ્થાપત્યશૈલી અજંતાની ગુફાઓ, ઔરંગાબાદ, ઇલોરાની ગુફાઓ, નાલંદા, રત્નાગિરિ - ઓડિશા તથા અન્ય ધાર્મિક સ્થળોના વિકાસ માટે આદિરૂપ બની ગઈ હતી.[૨][૭] દેવની મોરીના વિહારનું નિર્માણ પાકી ઇંટોમાંથી કરવામાં આવ્યું હતું.[૧]

દેવની મોરીમાં જૂનાગઢના ઉપરકોટના કિલ્લાની જેમ જ જળકુંડ સાથેની આવાસીય ગુફાઓ છે.[૮][૯]

સ્તૂપ ફેરફાર કરો

દેવની મોરી પાસે એક સ્તૂપ પણ છે, જ્યાં ઢગલાબંધ અવશેષો મળી આવ્યા હતા.[૧૦] સ્તૂપની અંદર બુદ્ધની નવ મૂર્તિઓ મળી આવી હતી.[૧૧] બુદ્ધની મૂર્તિઓ ગાંધારની ગ્રેકો-બૌદ્ધ કળાનો પ્રભાવ સ્પષ્ટપણે દર્શાવે છે.[૧૨] અને પશ્ચિમી ક્ષત્રપની પશ્ચિમી ભારતીય કલાના ઉદાહરણ તરીકે વર્ણવવામાં આવી છે.[૧૨]

સમયગાળો અને પ્રભાવ ફેરફાર કરો

સ્તૂપમાંથી ત્રણ અવશેષો મળી આવ્યા હતા.[૧૩] આમાંના એક તાબૂતમાં એક શિલાલેખ છે જેમાં તારીખનો ઉલ્લેખ છે - પશ્ચિમી ક્ષત્રપ શાસક રુદ્રસેનના શાસનમાં ૧૨૭મું વર્ષ :[૧]

"પશ્ચિમ ક્ષત્રપના ૧૨૭ વર્ષના શાસનમાં જ્યારે રાજા રુદ્રસેન શાસન કરી રહ્યા હતા, ત્યારે આ સ્તૂપનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભાદરવાનો પાંચમો દિવસ હતો."

— પ્રોફેસર એસ.એન. ચૌધરી દ્વારા અનુવાદ[૧૪][૧૫]

પશ્ચિમી ક્ષત્રપ રાજાઓ તેમના સિક્કા પર શક સંવત અંકિત કરતા હતા, આથી આ તારીખ ઈ.સ. ૨૦૪ હશે અને શાસક રુદ્રસેન પ્રથમ હશે.[૧] જો કાલચુરી સંવતની ગણતરી કરવામાં આવે તો તારીખ ઈ.સ. ૩૭૫ હશે અને શાસક રુદ્રસેના તૃતીય હશે.[૧૬]

 
રુદ્રસિંહ દ્વિતીય (ઈ.સ.૩૦૫-૩૧૩)ના સિક્કાને મળતો આવતો, દેવનીમોરી સ્તૂપમાંથી મળી આવેલો સિક્કો

અન્ય તાબૂતમાંથી પશ્ચિમી ક્ષત્રપ શાસકોના ૮ સિક્કા મળી આવ્યા છે, જેમાંનો એક પશ્ચિમી ક્ષત્રપ શાસક વિશ્વસેન (૨૯૪-૩૦૫)નો સિક્કો હતો.[૧] એકંદરે આ જુદી જુદી તારીખોને કારણે, દેવની મોરીનું સ્થળ ક્યારેક ત્રીજી સદીનું અને ક્યારેક ચોથી સદીનું મનાય છે.[૧] પશ્ચાદ પશ્ચિમી ક્ષત્રપોના સિક્કાઓની અનુપસ્થિતી અને વિભિન્ન તિથિઓ (તારીખો) એવું સૂચિત કરે છે કે સ્તૂપનું કોઈ એક સમયે (લગભગ ઈ.સ. ૩૦૫ થી ૩૧૩ વચ્ચે) પુનઃનિર્માણ કરવામાં આવ્યું હશે.[૧૩]

મહેતા અને ચૌધરીના જણાવ્યા અનુસાર, દેવની મોરીની કલા ગુપ્તકાળથી પૂર્વની પશ્ચિમી ભારતની કલાત્મક પરંપરાના અસ્તિત્વને સાબિત કરે છે. તેઓ સૂચવે છે કે આ પરંપરાએ પાંચમી સદીથી અજંતા ગુફાઓ, સારનાથ અને અન્ય સ્થળોની કલાને પ્રભાવિત કરી હશે. શાહ અસંમત થતાં જણાવે છે કે 'તથાકથિત પૂર્વ ગુપ્ત પ્રભાવ'ને બદલે ગાંધાર કલાએ તેને પ્રભાવિત કરી હતી, જ્યારે ગુપ્ત કલા પૂર્વ-ગુપ્ત યુગની પશ્ચિમી પરંપરાથી પ્રભાવિત હતી. સ્કાસ્તોકના જણાવ્યા અનુસાર, અહીં તારણનું મહત્વ એ છે કે તેમાં અનેક કેન્દ્રો સંકળાયેલા હતાં. વિલિયમ્સના જણાવ્યા અનુસાર, આ સિદ્ધાંતોને સ્વીકારવા મુશ્કેલ છે કારણ કે "ઐતિહાસિક મહત્વ મેળવવા માટે ઘણી બધી લાક્ષણિકતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો" અને પશ્ચિમ ભારતીય પરંપરા મથુરા શૈલીના પ્રભાવો સાથે સ્થાનિક નવીનતાનું મિશ્રણ હોઈ શકે છે.[૧૩]

ચિત્ર દીર્ઘા ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ ૧.૮ Schastok, Sara L. (1985). The Śāmalājī Sculptures and 6th Century Art in Western India. BRILL. પૃષ્ઠ 24-27 with footnotes. ISBN 9004069410.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Behrendt, Kurt A. (2004). Handbuch der Orientalistik (અંગ્રેજીમાં). BRILL. પૃષ્ઠ 170. ISBN 9004135952.
  3. Mishra, Susan Verma; Ray, Himanshu Prabha (2016). The Archaeology of Sacred Spaces: The Temple in Western India, 2nd Century BCE–8th Century CE (અંગ્રેજીમાં). Routledge. પૃષ્ઠ 44. ISBN 9781317193746.
  4. Meshwo Water Reservoir સંગ્રહિત ૨૦૧૯-૦૧-૦૯ ના રોજ વેબેક મશિન, Government of Gujarat (India)
  5. "બુદ્ધનો દાંત મળ્યો હતો તે સ્થળ". www.gujarat-samachar.com. મેળવેલ ૧૦ જૂન ૨૦૧૯.
  6. "દેવની મોરી". દિવ્ય ભાસ્કર. ૯ મે ૨૦૧૭. મૂળ માંથી 2020-07-19 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ જૂન ૨૦૧૯.
  7. Behrendt, Kurt A. (2004). Handbuch der Orientalistik (અંગ્રેજીમાં). BRILL. પૃષ્ઠ 171. ISBN 9004135952.
  8. Mishra, Susan Verma; Ray, Himanshu Prabha (2016). The Archaeology of Sacred Spaces: The Temple in Western India, 2nd Century BCE–8th Century CE (અંગ્રેજીમાં). Routledge. પૃષ્ઠ 17. ISBN 9781317193746.
  9. Mishra, Susan Verma; Ray, Himanshu Prabha (2016). The Archaeology of Sacred Spaces: The Temple in Western India, 2nd Century BCE–8th Century CE (અંગ્રેજીમાં). Routledge. પૃષ્ઠ 35. ISBN 9781317193746.
  10. Behrendt, Kurt A. (2004). Handbuch der Orientalistik (અંગ્રેજીમાં). BRILL. પૃષ્ઠ 73. ISBN 9004135952.
  11. Le, Huu Phuoc (2010). Buddhist Architecture (અંગ્રેજીમાં). Grafikol. પૃષ્ઠ 200. ISBN 9780984404308.
  12. ૧૨.૦ ૧૨.૧ The Journal of the International Association of Buddhist Studies, Volume 4 1981 Number I An Exceptional Group of Painted Buddha Figures at Ajanṭā, p.97 and Note 2
  13. ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ Schastok, Sara L. (1985). The Śāmalājī Sculptures and 6th Century Art in Western India (અંગ્રેજીમાં). BRILL. પૃષ્ઠ 28-31. ISBN 9004069410.
  14. "Dev ni Mori". 19 November 2014. મેળવેલ 2017-11-04.
  15. Schopen, Gregory (2005). Figments and Fragments of Mahayana Buddhism in India: More Collected Papers (અંગ્રેજીમાં). University of Hawaii Press. પૃષ્ઠ 244. ISBN 9780824825485.
  16. Ghosh, Amalananda. An Encyclopaedia of Indian Archaeology (અંગ્રેજીમાં). BRILL. પૃષ્ઠ 173. ISBN 9004092641.
  17. Indian Archaeology 1960-61 a Review (અંગ્રેજીમાં). પૃષ્ઠ 58, item 19.

બાહ્ય કડીઓ ફેરફાર કરો