પીપલાણા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

પીપલાણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કોટડા-સાંગાણી તાલુકાનું એક ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, અને પંચાયતઘર જેવી સવલતો પ્રાપ્ય છે. આ ગામની આજુબાજુમાં પડવલા અને લોઠડા ગામો આવેલા છે. આ ગામ માં ઓદ્યોગિક એકમો આવેલા છે, તથા નાનામોટા કારખાના આવેલા છે તેમજ નાના અને મધ્યમ કદના ઓદ્યોગિક એકમોનો વિકાસ થયેલ છે. રાજકોટથી આ ગામ ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે.

પીપલાણા
—  ગામ  —
પીપલાણાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°08′45″N 70°51′28″E / 22.1457876°N 70.8578715°E / 22.1457876; 70.8578715
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો કોટડા-સાંગાણી
વસ્તી ૫૦૦[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલી, મેથી, રજકો તેમજ અન્ય શાકભાજી

ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન છે, ઘઉં, ડાંગર, બાજરો, કપાસ, જીરૂ, મગફળી અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે.

કોટડા-સાંગાણી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. "Piplana Village Population, Caste - Kotda Sangani Rajkot, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-07-30 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ જૂન ૨૦૧૮.