વેરાવળ (શાપર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

વેરાવળ (શાપર)ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કોટડા-સાંગાણી તાલુકાનું એક ગામ છે. આ ગામ રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે ૮બી ઉપર આવેલું છે. આ ગામમાં માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા, આંગણવાડી, દવાખાનુ, મેડીકલ અને પંચાયતઘર જેવી સવલતો પ્રાપ્ય છે. આ ગામ ખાસતો ત્યાં આવેલ જી.આઈ.ડી.સી. ને લીધે પ્રખ્યાત છે. જેથી આ ગામમાં ભારત નાં તમામ ખુણેથી લોકો રોજગારી મેળવવા માટે અહીં આવે છે. જેમાં વધુ તો ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાંથી આવે છે. આ જી.આઈ.ડી.સી. માં આવેલા ઉધોગોમાં તમામ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે.

વેરાવળ
—  ગામ  —
વેરાવળનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°36′05″N 72°59′06″E / 22.601427°N 72.98493°E / 22.601427; 72.98493
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો કોટડા-સાંગાણી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ઉધોગ તેમજ ખેતી, પશુપાલન છે, ઘઉં, ડાંગર, બાજરો, કપાસ, જીરૂ, મગફળી અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
કોટડા-સાંગાણી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન