વિકિપીડિયા:આજનું ચિત્ર/૨૦૨૪ પ્રસ્તાવના
ચોતરા પર @બૃહસ્પતિએ શરુ કરેલી ચર્ચા મુજબ આ વર્ષે ગુજરાતને લગતા વિષયો પરના ચિત્રો આજનું ચિત્ર તરીકે મુખપૃષ્ઠ પર મૂકવાનો વિચાર છે. તે માટે કયા ચિત્રો મૂકી શકાય તેનો પ્રસ્તાવ અહિં રજૂ કરીએ.
પ્રસ્તાવ
ફેરફાર કરો-
સૂર્યોદય સમયે પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ મંદિર. વારંવાર ઇસ્લામિક આક્રાંતાઓના વિધ્વંસ પછી તેનો છેલ્લો જિર્ણોદ્ધાર સરદાર વલ્લભભાઈ પટેલ અને કનૈયાલાલ મુનશીની દેખરેખ હેઠળ થયો. કામ થઈ ગયું
-
પાલીતાણામાં આવેલ શેત્રુંજય પર્વત પરનાં જૈન દેરાસરો. એક અનુમાન મુજબ આ પર્વત પર ૮૬૫ જૈન દેરાસરો આવેલાં છે. કામ થઈ ગયું
-
અમદાવાદના સાબરમતી આશ્રમ(બોલચાલમાં ગાંધી આશ્રમ)નો પ્રવેશ માર્ગ. કામ થઈ ગયું
-
૧૬મી સદીમાં મુઘલો વિરુદ્ધના ભુચર મોરીના યુદ્ધમાં વીરગતિ પામેલ નવાનગરની સેનાના યોદ્ધાઓના સ્મારક અને પાળિયા. આ યુદ્ધને સૌરાષ્ટ્રના પાણીપત યુદ્ધ તરીકે પણ ઓળખાય છે. કામ થઈ ગયું
-
સોલંકી વંશના સમયમાં બનાસકાંઠામાં બાંધવામાં આવેલ કુંભારિયાના એક દેરાસરનો આંતરિક ભાગ, જે બારીક કોતરણીથી બનેલા સ્તંભો, તોરણો, અને છત્રથી ભરપૂર છે. કામ થઈ ગયું
-
૩૧મી ઓક્ટોબર, ૨૦૧૮ના દિવસે ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કરતાં તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી. કામ થઈ ગયું
-
૧૮૦૯માં રોબર્ટ ગ્રિંડલેએ દોરેલ જામા મસ્જિદ, અમદાવાદનું એક ચિત્ર. કામ થઈ ગયું
-
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં મૈથુન ક્રિયા કરતાં નર અને માદા એશિયાઇ સિંહ. આ સિંહ ગુજરાતનું રાજકીય પ્રાણી છે. અણછાજતું ચિત્ર
-
રાજાબાઇ ટાવર,મુંબઈ. ગુજરાતી શેઠ પ્રેમચંદ રાયચંદે (બોમ્બે સ્ટોક એક્સચેન્જના સ્થાપક) પોતાની માતાના નામે બંધાવ્યો હતો. કામ થઈ ગયું
-
અમદાવાદમાં લાંબેશ્વરની પોળમાં 'ગુજરાતી રાણીના સેવક' કવીશ્વર દલપતરામનું બાવલું. કામ થઈ ગયું
-
અમદાવાદ ખાતે આવેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ--નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. કામ થઈ ગયું
-
મહાગુજરાતની ચળવળ વખતે જૂના કૉંગ્રેસ ભવન, અમદાવાદ ખાતે ૮મી ઑગષ્ટ ૧૯૫૬ના રોજ ગોળીબાર થયો હતો. તે સ્થળે શહીદોની યાદમાં બનાવેલ એક સ્મારક. કામ થઈ ગયું
-
ભવાઇ ભજવતાં પુરુષ કલાકારો નર અને નારીના રૂપમાં. અસાઈત ઠાકરે માતાજીની ભક્તિ કરવા આ લોકનાટ્યની શરૂઆત કરી હતી. કામ થઈ ગયું
-
ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ભરાતા તરણેતરના મેળામાં સજાવેલી એક રંગબેરંગી છત્રી. કામ થઈ ગયું
-
હેરિટેજ સીટી અમદાવાદનું પ્રતિક એવી સીદી સૈયદની જાળી. ભારતીય પ્રબંધન સંસ્થાન અમદાવાદના લોગોમાં આ જાળીનું સ્થાન છે. ચવાઈ ગયેલું ચિત્ર
-
વિશ્વની સૌથી મોટી વ્યવસાયિક ઇમારત સુરત ડાયમંડ બુર્સનું વિહંગદૃશ્ય. કામ થઈ ગયું
-
જૂનાગઢ રાજ્યના બાબી વંશના નવાબ મહાબતખાન દ્વિતીયને સમર્પિત મકબરો. કામ થઈ ગયું
-
જૂનાગઢ નજીક ડાંગરના ખેતરમાં કામ કરતી મહિલાઓ કામ થઈ ગયું
-
૧૮મી સદીના અંત ભાગમાં અથવા ૧૯મી સદીની શરૂઆતમાં બનાવેલું પાટણનું પટોળું. કવિ દલપતરામે પટોળાની ભાત માટે કહ્યું છે કે, 'ફાટે પણ ફીટે નહીં, પડી પટોળે ભાત.' કામ થઈ ગયું
-
ભવનાથનો મેળામાં સાધુ-સંતો કામ થઈ ગયું
-
નડાબેટ "સીમા અશ્વ મહોત્સવ ૨૦૧૭" દરમિયાન ઘોડેસવારીનું દિલધડક દૃશ્ય કામ થઈ ગયું
-
પ્રજાસત્તાક દિનની પરેડ દરમિયાન રાજપથ પરથી પસાર થતો ગુજરાતનો ટેબ્લો કામ થઈ ગયું
-
સિદ્ધહેમશબ્દાનુશાસનની હસ્તપ્રત. હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત આ ગ્રંથ ગુજરાતી ભાષાની પુરોગામી ભાષા એવી અપભ્રંશનો એકમાત્ર વ્યાકરણગ્રંથ છે. આ સિવાય સંસ્કૃત અને અન્ય છ ભાષાના વ્યાકરણનો પણ આ ગ્રંથ સમાવેશ કરે છે. કામ થઈ ગયું
-
ચિત્રનું વિવરણ (સંભવત: વિકિપીડીયાના કોઈક લેખની કડી સહિત)