સભ્યની ચર્ચા:Dsvyas/Archive 7

છેલ્લી ટીપ્પણી: માંગરોલ - માંગરોળ વિષય પર Ashok modhvadia વડે ૧૦ વર્ષ પહેલાં
વર્ષ ૨૦૧૩ દરમ્યાન થયેલો સંદેશાવ્યવહાર

ઢાંચો:ચર્ચા-પૂરી - આવડી ગયું ! ફેરફાર કરો

ધન્યવાદ ધવલભાઈ. ઢાંચો:ચર્ચા-પૂરીનો વપરાશ કેમ કરવો તે, આપે તેનું વિવરણ મેલ્યું એટલે, આવડી ગયું. ફરીથી, ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૨:૨૬, ૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

આ જુઓ ફેરફાર કરો

કૃપયા ચર્ચા:/Table અને તે લેખ પણ જુઓ. મને સમજાયું નહિ. યોગ્ય કાર્યવાહી કરવા વિ. (માત્ર ધ્યાનાકર્ષણ હેતુથી.)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૪૬, ૮ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

કૃપયા પાનુ Say it in Gujarati પણ જુઓ અને રાખવાનું કે હટાવવાનું તે માટે ધ્યાને લેશોજી. (માત્ર ધ્યાનાકર્ષણ હેતુથી.)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૫૮, ૮ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

પહેલા કિસ્સામાં તે પાનાનું નામ બદલીને વિકિપીડિયા:Table કર્યું છે. કેમકે /Table એ રીતે નામ યોગ્ય ન હતું. જો કે મને હજુ લાગે છે કે તે પાનું વિકિપીડિયાની યાદી ના પેટાપાના તરીકે હોવું જોઈએ. તપાસ કરીને પાછું જરૂર લાગશે તો ખસેડી દઈશું.
બીજા કિસ્સામાં જ્યારે તે ભાઈએ એ પાનું બનાવવા માંડ્યું હતું ત્યારે મેં તેમની સાથે ઘણી માથાકૂટ કરી હતી, પણ તેમણે દલીલબાજી કરીને મારૂં મગજ કાણું કરી નાખ્યું હતું. હું તો શરૂઆતથી જ તેની વિરુદ્ધમાં હતો. ગુજરાતી વિકિપીડીયામાં જે ગુજરાતી ના જાણતી હોય તે વ્યક્તિ આવીને શું કરવાની હતી? તમે શું કહો છો?--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૫, ૯ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
(૧)માટે આભાર. (૨)- આપની સાથે સહમત. જો કે આટલાં વર્ષોથી આ પાનું અહીં છે, કોઈ મિત્રએ મહેનત કરી છે, તો હાલ તુરંત છો રહ્યું. (નાહક નવો વિવાદ કરવો !) અને હા, આ વિષયથી અલગ એક વાત જાણવી હતી. અંગ્રેજી વિકિ પર જોવા મળ્યું કે દરેક પાનું કેટલી વખત મુલાકાત લેવાયું તેની વિગતો મળે છે. (ઇતિહાસ જુઓમાં; Page view statistics તથા Number of watchers વગેરે.) ઉદા. અર્થે અંગ્રેજી લેખ gujaratનાં સ્ટેટસની લિંક આપું છું. (gujarat). અહીં ગુજરાતી વિકિ માટે એ સેવા ચાલુ થઈ શકે ? આ માત્ર જીજ્ઞાસાવશ પૂછ્યું છે. ન થાય તો પણ જરૂર નથી. આ તો આવા આંકડાઓ મળે તો આછેરો ખયાલ આવે કે કેટલું દૂધ બોઘરણામાં જાય છે ને કેટલું બહાર ઢોળાય છે !!--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૫૨, ૯ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
  કામ થઈ ગયું
પ્રભુ ધન્ય છો તમે. ક્યાં ક્યાં નજર નાખી આવો છો? પણ શોધવાની મજા આવી અને તમારી વિનંતિને હુકમ સમજીને કામ કરી નાખ્યું છે. watchersનુ ગુજરાતી ચાતકો કર્યું છે, આશા રાખું કે કોઈને વાંધો નહિ હોય. આમ તો (નજર રાખીને બેઠા હોય તેવા) બાજોની (કે ગીધોની) સંખ્યા રાખવાનું મન થયું હતું. અને હા, આપણે કશુંક નવું કરીએ અને બધુ બરોબર કામ કરે એવું ક્યારેય બન્યું છે તે આજે બનવાનું હતું? સભ્યએ કરેલા ફેરફારો અને ચાતકોની સંખ્યા એ બે સાધનો ચાલતા નથી, એની પાછળ થોડી મહેનત કરવી પડશે અથવા કોઈનો જીવ ખાવો પડશે. પણ બીજા ત્રણે કામ કરે છે. મેં અમદાવાદના આંકડા અખતરા તરિકે જોયા તો રાજીના રેડ થઈ ગયો, એક મહિનામાં ૧૦૪૯ વખત મુલાકાત લેવાયેલું પાનું, અને તે પણ ૨૩મા ક્રમે. બીજા-ત્રીજા ક્રમે આવનારા પાના કેવા હશે? પહેલા ક્રમે તો સ્વાભાવિક રીતે જ મુખપૃષ્ઠ હોવાનું છે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૪૫, ૧૦ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
મુખપૃષ્ઠ ૨૩૭૫૩ વાર ૩૦ દિવસમાં મુલાકાત લેવાયું હતું. ફેસબુક પેજ પર આપડે કોઇ લેખ શેર કરીએ છીએ ત્યારે તે લેખની મુલાકાત વધી જાય છે. આભાર-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૧:૫૫, ૧૦ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
જી હા હર્ષભાઈ, મેં ઉપર કહ્યું તે મુજબ મુખપૃષ્ઠ પ્રથમ ક્રમે હોવાનું જ. કેમકે અહિં આવનારી વ્યક્તિઓ મોટેભાગે તો મુખપૃષ્ઠની મુલાકાત લઈને જ આવવાની. અરે હું પોતે જ હંમેશા પહેલા gu.wikipedia.org ખોલું છું અને પછી જ્યાં જવું હોય ત્યાં જઉ છું, આમ દિવસમાં પાંચ વખત હું આવું કરૂં તો મારી એ ક્લિક્સ પણ નોંધાવાની જ ને? મેં પણ એ આંકડો ગઈકાલે જોયો હતો, જે રીતે અમદાવાદ માટે આંકડો મળ્યો તે જ રીતે સહેલાઈથી મુખપૃષ્ઠનો આંકડો પણ મળ્યો હતો.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૯, ૧૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
હે પ્રભુ ! બધાં વિકિઓને આવા પ્રબંધક દેજો !!! ભ‘ઈ મેં તો જિજ્ઞાસા દર્શાવી ત્યાં આપે કામ પણ કરી નાખ્યું ! વાહ ! ધન્યવાદ. ’ચાતકો’ !!! હંમમમ...ગમ્યું, અર્થસભર શબ્દ. અને હા, જે નથી ચાલતું તેને આપ ચાલતું કરી જ દેશો. ખાત્રી છે. પણ જે કામ થયું છે તે પણ ઉત્સાહવર્ધક છે. ખાસ તો ’પૃષ્ઠ મુલાકાતના આંકડા’ આપણને કયા કે કેવા પૃષ્ઠ પર વધુ ધ્યાન આપવું વગેરે વગેરે (ઉપર હર્ષજીએ તારણ કાઢ્યું ને કે ફેસબૂક પર શેર થતાં પૃષ્ઠના મુલાકાતીઓ વધી જાય છે..) ઘણાં પ્રકારે સહાયક થઈ શકશે. ધન્યવાદ. (હું ગઈકાલે શિહોર (જિ.ભાવનગર)ની સફર કરવા ગયેલો, વિકિના લેખ માટે ઉપયોગી એવા થોડા ફોટો પાડી લાવ્યો છું. લાગતા વળગતા લેખ પર ચઢાવીશ. ફરવા સાથે વિકિનું પણ કામ !!)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૦૯, ૧૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
(2) થોડા ડાફોળીયા માર્યા તો ધ્યાને આવ્યું કે; ’ચાતકો’ ટૅબ પણ બરાબર કામ કરે છે. જે તે પાના પર કદાચ ૩૦થી ઓછા ’ચાતકો’ (ધ્યાન રાખનારાઓ) હોય ત્યારે સંખ્યા નોંધાતી નથી. (અવગણાય છે) બાકી એથી વધુની નોંધ લેવાય છે. (જુઓ: મુખપૃષ્ઠ માટે ચાતકો (૫૫ બતાવે છે.))--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૨૦, ૧૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
હા, એના પાના પર જ લખે છે કે આ પાનાને ૩૦ કરતા ઓછા ચાતકો છે, એના પર કોઈકને હળી કરી જોવી છે, આપણા જેવા નાના વિકિમાંતો મોટાભાગના લેખમાં એ આંકડો ૩૦ની નીચે જ રહેવાનો. તો મુદ્દલે હવે મારા ભાગે સાચું કહી શકાય એવું એક જ કામ રહ્યું કે સભ્યએ કરેલા ફેરફારોને કામ કરતું કરવું.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૦૨, ૧૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
અંગ્રેજી વિકિમાં પણ ૩૦ કરતાં ઓછા ચાતકો હોય ત્યાં કોઈ આંકડો બતાવાતો નથી પરંતુ એવી નોંધ જ મૂકાય છે ચાતકોની સંખ્યા ૩૦ કરતાં ઓછી છે.--Vyom25 (talk) ૦૦:૦૮, ૧૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
હા એ સાચી વાત છે, પણ એટલે જ મેં કહ્યું કે આપણા જેવા "નાના વિકિમાં". ત્યાં સેંકડોની સંખ્યામાં સક્રિય સ્ભ્યો હોય એટલે બહુ ઓછા પાના એવા નીકળે જેમાં ૩૦થી ઓછા હોય, જ્યારે આપણે અહિં ભાગ્યે એવું પાનું નીકળે જેમાં ૩૦થી વધુ ચાતકો હોય.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૧૨, ૧૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
હમમમમ....બરાબર છે હું એમ સમજ્યો કે તમે ૩૦ કરતા ઓછા ચાતક હોય તેવા કિસ્સામાં પણ આંકડો દેખાય તેવું કરવા માગો છો.--Vyom25 (talk) ૦૦:૧૫, ૧૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
હા, મૂળ ધ્યેય તો એવું જ છે, આપણે અહિં ૩૦થી ઓછા જ ચાતકો હોવાના, જે દેખાય તો સારૂં. જોઈએ કેટલી સફળતા મળે છે.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૩૧, ૧૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

ધન્યવાદ! ફેરફાર કરો

Thank you! I'm a newbie on this wiki. And as you might have noticed, I don't know any Gujarati! Even then I do keep making edits to pages written by you. Am so glad to see that you've taken it in positive spirit. Regards, Lovysinghal (talk) ૦૨:૫૦, ૧૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

વનસ્પતિના લેખ વિશે માર્ગદર્શન ફેરફાર કરો

હાલમાં બદામ વિશેનો એક લેખ ભાષાતરીત થઇ રહ્યો છે. એ બદામ અને Terminalia catappa (અથવા દેશી બદામ) ના ફળ જેને પણ બદામ કહેવાય છે બન્ને એક જ કહેવાય કે અલગ? --વિહંગ (talk) ૧૦:૫૦, ૧૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

બંને બદામ અલગ. Terminalia catappaને સામાન્ય રીતે લીલી બદામ કહે છે, બાકી દેશી બદામ પણ કહી શકાય. બદામડી એ અધિકૃત શબ્દ હોવાનું જાણમાં નથી. જ્યારે સુકામેવા વાળી બદામ એટલે Prunus dulcis. લીલી બદામ એ અર્જુન અને હરડેના કૂળની સભ્ય છે જ્યારે સુકામેવા વાળી ચેરી, જરદાળુ વગેરેના કૂળમાં આવે.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૫૭, ૧૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
માર્ગદર્શન બદલ ખુબ આભાર. બદામડી શબ્દ દેશી બદામના વૃક્ષ માટે ભાવનગર બાજુ વપરાતો શબ્દ છે.--વિહંગ (talk) ૧૪:૨૯, ૧૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
આભાર, મને પણ એ વૃક્ષનું એક નવું નામ જાણવા મળ્યું, બદામડી.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૫૭, ૧૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

મુલાકાતની સંખ્યા ફેરફાર કરો

અત્યારે મેં અમુક વસ્તુઓ ચકાસી, મને નીચે મુજબ આમ્કડા મળ્યાં થોડા વિચિત્ર લાગ્યા.

લેખ છેલ્લા ૩૦ દિવસમાં મુલાકાતની સંખ્યા ટ્રાફિક રેંકીંગ
મહાત્મા ગાંઘી ૩૨૧૦ ૧૨
ભારત ૨૧૯૭ ૧૦
તાજ મહેલ ૧૭૫૩ ૫૧
અમદાવાદ ૧૦૨૩ ૨૩
ગાંધી નગર ૩૭૫ ૧૪૬
ભારત ૩૬૫ ૯૪
વલ્લભભાઈ પટેલ ૪૧૭ ક્રમાંક ગાયબ

ટ્રાફિક રેંકિગ કેવી રીતે અપાય છે. શું એ છેલ્લા ૩૦ દિવસની મુલાકાતોને આધારે હોય છે ? કે પછી સમગ્ર અસ્તિત્વ કાળની મુલાકાતને આધારે અપાયેલ હોય છે. --sushant (talk) ૨૨:૫૮, ૧૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

બીજુ બધુ તો બાજુમા રહ્યું, પણ મને તો એ સમજાતું નથી કે તમને આવા આમ્કડા (જો કે અમે ગુજરાતીઓ એને આંકડા કહીએ છીએ, એટલે આગળ હું આંકડા જ લખીશ) મળ્યા ક્યાંથી? ભારત એક જ નામના પૃષ્ઠ માટે જો તમને બે જુદા-જુદા આંકડા (પહેલી વખત ૨૧૯૭ વખત મુલાકાત અને બીજી વખતમાં ફક્ત ૩૬૫ મુલાકાત?, કોષ્ટકની શરૂઆતમાં તેનો ક્રમ ૧૦મો અને અંતમાં તે જ પૃષ્ઠનો અંક ૯૪મો?) મળતા હોય તો સ્પષ્ટ જ છે કે તમે જ્યાંથી આંકડા મેળવ્યા તે સ્રોતમાં કંઈક ગડબડ છે, કે પછી તમારામાં? જો કે મને ખબર છે કે તમે ઉતાવળમાં છબરડાઓ કરવા માટે ફેમસ છો, એટલે માની લ‌ઉં છું કે ૩૬૫ વખત મુલાકાત લેવાયેલું પાનું પાકિસ્તાન હશે. શું હું સુધારું કે તમે સુધારશો?
ચાલો, મજાક બાજુમાં મૂકીએ. તો ભાઈ આ છેલ્લા ૩૦ દિવસની મુલાકાતના આંકડા તો સાચા જ છે, પરંતુ ટ્રાફિક રેંકીંગના આંકડા બે વર્ષ જૂના છે. ડિસેમ્બર ૨૦૧૨ના. એ સુધારવું આપણા હાથમાં નથી, એટલે એની ચિંતા કર્યા વગર આપણે કાંકરામાંથી ઘઊં વીણી લેવા.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૮, ૧૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

બૉટ વિનંતી (ઈતિહાસ > ઇતિહાસ) ફેરફાર કરો

શ્રી.ધવલભાઈ, ધ્યાને આવ્યું છે કે શબ્દ "ઇતિહાસ" (સાચી જોડણી) ઘણાં પાનાઓ પર (લગભગ ૩૫૦) ખોટી જોડણી "ઈતિહાસ" તરીકે લખાયો છે. કૃપયા બૉટ દ્વારા સુધારો કરશોજી. (જોડણી ચકાસણી: શબ્દકોશ, લેક્સિકોન પર ઇતિહાસ) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૨૭, ૧૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

  કામ થઈ ગયું. કુલ ૪૦૯ પાનાઓમાં ફેરફાર કર્યો.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૪૪, ૧૭ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
ધન્યવાદ--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૩૮, ૧૭ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

રજા રિપૉર્ટ ! ફેરફાર કરો

શ્રી.ધવલભાઈ (અને મિત્રો), તા:૧૫-૨-૧૩ થી ૧૮-૨-૧૩ સુધી સામાજિક પ્રસંગે ’ગામબારો/નેટબારો’ રહીશ. કૃપયા પ્રબંધનકાર્યમાં મારી ગેરહાજરી ક્ષમ્ય ગણશો. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૩૧, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

વિકિડેટા અંગે ફેરફાર કરો

વિકિડેટા અંગે આ ૬ મહિના જુના લેખ વાંચવા જેવો છે. આપે વાંચી લીધો હોય તો વાંધો નહિ પરંતુ જો ન વાંચ્યો હોય તો ખરેખર રસપ્રદ છે.

http://www.linuxuser.co.uk/news/wikidata-wikipedias-game-changer

http://www.thehindu.com/sci-tech/internet/article3639596.ece

--‌Vyom25 (talk) ૧૯:૫૬, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

આભાર વ્યોમભાઈ, બીજી કડી વાળો લેખ વાંચ્યો હતો, પરંતુ પહેલી કડી વાળો નથી વાંચ્યો, આજે વાંચીશ. ધ્યાને લાવવા બદલ આભાર.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૪૭, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

મગ ફેરફાર કરો

મગ આલેખમાં બોટની ને લાગતું નામ ગોત્ર કુળ વગેરે સુધારી આપવા વિનંતી. અને કોઈ માહિતી ખૂટતી લાગે તો તે પણ ઉમેરશો. --sushant (talk) ૨૩:૦૩, ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

શ્રેણી:Pages with malformed coordinate tags ફેરફાર કરો

શ્રી.ધવલભાઈ, કૃપયા શ્રેણી:Pages with malformed coordinate tags જુઓ. ત્યાં ૩,૬૨૪ જેટલાં ગામોના લેખ દર્શાવાય છે જેના ઇન્ફોબોક્ષમાં અક્ષાંશ-રેખાંશ બેવડાતાં હોવાની એરર દેખાય છે. આ દરેક લેખમાંથી ઇન્ફોબોક્ષની બહાર રહેલી, બેવડાતી, અ.-રે.ની વિગતો બોટ કે એવી કોઈ રીતે હટાવવી પડશે. વિચારો ! ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૨૯, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

  કરું છું..... બોટ દ્વારા કદાચ ભૂલમાં હર્ષભાઈએ માહિતીચોકઠાની સાથે સાથે ઢાંચો પણ ઉમેર્યો છે. બોટ ચલાવતા પહેલા નમુનારૂપ ફેરફારો કરીને જોઈ લેવાનું હોય છે, જે કદાચ તેમનાથી ઉતાવળમાં રહી ગયું હશે. જો કે મેં ૧૧૫૦ પાનાં તો મઠારી દીધા છે.--ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૦૬:૧૨, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

જોઈ જશો ફેરફાર કરો

હાલમાં ચણાનો લેખ ભાષાંતરીત કરતાં મારું ધ્યાન [૧] પર ગયું. આ શું વિકિ પ્રકલ્પ છે. અને જો તેમ હોય તો ગુજરાતીમાં આવો કોઈ પ્રકલ્પ ન કરી શકાય?--sushant (talk) ૦૭:૫૨, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

સુશાંતભાઈ, Recidemiaએ વિકિ પ્રકલ્પ નથી. મિડીયાવિકિ સોફ્ટવેરનો ઉપયોગ કરતું એક જાળ જાળસ્થળ છે. વાણીપીડિયા અને વિકિફાય ઇન્ડિયા મિડીયાવિકિ આધારિત અન્ય વેબસાઇટોના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.--ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૧૪:૪૩, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

મઠ ફેરફાર કરો

આ લેખમાં બે ત્રણ અંગ્રેજી વનસ્પ્તિ શાસ્ત્રના શબ્દો (લેખમાં) અને બોટનીનો કોઠો મઠારી આપશો. --sushant (talk) ૧૨:૧૯, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

લેખમાં "વાર્ષિક છોડ trailing herb છે. મઠનો છોડ નાના પીળા ફૂલો ધરાવે છે અને તેના પાન deeply lobed leaves ધરાવે છે." આ ભાગમાં પણ મને મુશ્કેલી છે.--sushant (talk) ૧૯:૦૯, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

Happy Birthday ફેરફાર કરો

 
Dhavalbhai, Many Many Happy Returns of The Day!

ધવલભાઈ, હરે કૃષ્ણ...સીતારામ...જય માતાજી... જન્મ દિવસ મુબારક, જીવનનાં દરેક ક્ષેત્રોમાં તમે પ્રગતિ કરો તેમજ આનંદમય જીવન જીવો તેવી ગુજરાતી વિકિપીડિયા તેમજ તેનાં દરેક સભ્યમિત્રો તરફથી શુભકામના પાઠવુ છુ. વિકિમિત્રોને તમારા તરફથી મળતુ માર્ગદર્શન અવિરત પણે આપતા રહો તેવી અરજ પણ કરૂ છુ અને ઘરે પણ બધાને યાદી આપજો... જય માતાજી...--જીતેન્દ્રસિંહ (talk) ૧૨:૩૬, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

ભાઈશ્રી ધવલ, આપને જન્મદિનની અનેક ઉત્તમ શુભેચ્છાઓ !!!--સતિષચંદ્ર (talk)
|| જન્મદિનની હાર્દિક શુભકામનાઓ ||--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૦૩, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
જન્મદિવસ ની ખુબ ખુબ ...શુભેચ્છા....:) :) આપનું જીવન મંગલ મય અને પ્રગતીભર્યું રહે એવી પ્રભુ ને પ્રાથના ..... અને પાર્ટી નું કાઈ થાય એવું હોઈ તો કેજો ... --Ashvin Patel (talk) ૨૧:૦૪, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
ભાઈઓ અને બહેનો, તમારા લોકોનો પ્રેમ જોઈને દિલ બાગબાગ થઈ ગયું. ખૂબ ખૂબ આભાર કે મારા જન્મદિવસે તમે સૌએ મને યાદ કર્યો. તમારા લોકોના સાથ અને સહકારથી ચોક્કસ આ નવું વર્ષ મંગલમય બની રહેશે.
અશ્ચિનભાઈ, પાર્ટીઓ બે ગોઠવી છે, એક આજે છે અહિં લંડનમાં. આવી જાવ. અને જો ના પહોંચી શકો તો ૩૧ માર્ચે જૂનાગઢ પાસે રૂપાયતનમાં ખાસ પાર્ટીનું આયોજન છે, તેમાં તો તમારે આવ્યા વિના છૂટકો જ નથી.--ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૨૧:૨૯, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
ધવલભાઈ મોડેથી પણ જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છા.... આપ આવા જ જુસ્સા સાથે વિકિમાં યોગદાન આપતા રહો એ અમારા માટે પાર્ટી બરાબર જ છે. છતાં પાર્ટી આપવાના જ હો તો પછી લેવા તો તૈયાર જ બેઠા છીએ.--Vyom25 (talk) ૨૧:૫૮, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

skype ફેરફાર કરો

ધવલભાઈ સ્કાઈપ પર ગુજરાતી વિકિપિડિયા એવા નામથી અને ક્રાઉલી, ઈંગ્લેન્ડ ખાતેથી રજીસ્ટર એકાઉન્ટ પર જ વેબ ગોષ્ઠિ યોજાશે કે કાંઈ ફેરફાર છે. gu.wikipedia સર્ચ કરતાં આ જ એકાઉન્ટ પહેલા નંબર પર હતું.--Vyom25 (talk) ૦૯:૨૫, ૩ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

મસુર ફેરફાર કરો

આ લેખમાં બોટેનીકલ નામો ઉમેરવા વિનંતી. --sushant (talk) ૧૦:૩૮, ૩ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

ચોળાં ફેરફાર કરો

આપને જણ હશે તેમ હાલમાં હું કઠોળ શ્રેણી પર કાર્ય કરૂં છું. તેમાં મારે એક લેખ ચોળાં પર રચવાની મરજી છે. પણ તેને અંગ્રેજીમાં શું કહે છે તે વિષે થોડી અવઢવ છે. અંગ્રેજી વિકિ પીડિયા પર હું તે માટે Black-eyed pea અને Cowpea આવા બે નામના લેખ જોઉં છુ. તો મને જણાવશો કે કયો લેખ ભાષાંતર માટે લેવો. તો હું તે પ્રમાણે કરીશ. આભાર. --sushant (talk) ૦૭:૪૫, ૪ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

Cowpea એટલે આપણા અસલ ચોળા (લાલ ચોળા), black-eyed pea એ આજકાલ બજારમાં મળતા સફેદ ચોળાને મળતા આવતું કઠોળ છે.--ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૦૫:૪૧, ૫ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

બોટ દ્વારા લિંક ફેરફાર કરો

ધવલભાઈ, ઉપર જણાવેલ ચર્ચાના સંદર્ભમાં, હાલમાં જે નવા લેખ બને છે તે શબ્દો જુના લેખોમાં મોજુદ હોય, અને તેના લિંક આપવી હોય તો તે બૉટ દ્વારા કરી શકાય? શું તેમ કરવું યોગ્ય રહેશે? દા.ત. મગ. હવે જે તે ગામના લેખમાં મગ શબ્દ આવે કે ફલાણા ગામમાં મગ, શેરેડી ડાંગર ની ખેતી થાય છે. તો તે વાક્યના મગ શબ્દ પર લિંક આપવા માટે મેં આ વાત મુકેલી છે. --sushant (talk) ૦૭:૫૪, ૪ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

હા, લગભગ તો થઈ શકે તેમ છે. હું અખતરો કરીને તમને જણાવીશ.--ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૦૫:૪૨, ૫ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

વાલ અને મસુર ફેરફાર કરો

આ લેખમાં બોટેનીકલ નામો ઉમેરવા વિનંતી. વળી વાલના લેખન ઢાંચામાં જમણૅએ તરફ એક સફેદ પટ્ટી રહી જવા પામે છે. તે પણ સુધારી આપવા વિનંતી.--sushant (talk) ૨૦:૪૭, ૫ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

આભાર ફેરફાર કરો

મગનો લેખ સુંદર રીતે સુધારવા બદ્દલ્ આભાર. વાલ, મસૂર, ચોળા, જુવાર વિગેરે કતારમાં છે. --sushant (talk) ૨૧:૫૪, ૧૨ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

કામની સરાહના બદલ આભાર. વારા પછી વારો, મગ પછી ચોળો... ધીમે ધીમે બીજા લેખોમાં પણ કામ કરી દઈશ. તમારી ઝડપને પહોંચી વળું તેવી શક્તિ હવે રહી નથી.--ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૦૩:૦૮, ૧૩ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

અમાન્ય સભ્યનામ... ફેરફાર કરો

સભ્ય:HADMATIYA JN સભ્યનામ માત્ર ગામનું નામ છે. ગામનું નામ સભ્યનામ તરીકે માન્ય થઈ શકે ? સૂચન આપશોજી. જૂઓ - સભ્યની ચર્ચા:HADMATIYA JN --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૨૭, ૨૨ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

જી હા અશોકભાઈ, સભ્યનામ તરીકે કોઈ અપમાનજનક, અભદ્ર, કોઈની લાગણી દુભાય તેવું, વગેરે જેવા નામો ન ચલાવી શકીએ. તે સિવાયના નામોમાં કોઈ વાંધો હોતો નથી. આ ઉપરાંત કંપની કે સંસ્થાનના નામોનો ઉપયોગ કરવા પર પણ રોક હોય છે, જેથી કરીને કોઈ પ્રચાર કે જાહેરાતના કામો માટે વિકિનો ઉપયોગ ન કરે. પણ તે કિસ્સામાં દરેક વિકિએ પોતે વિચાર કરીને ચાલવાનું રહે છે. સૈદ્ધાંતિક રીતે આ નામમાં વાંધો જણાતો નથી.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૨૧, ૨૩ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

ચિત્રોને સ્વયં ચકાસો ફેરફાર કરો

શ્રી.ધવલભાઈ, કૃપયા આપ સમય મળ્યે અગાઉના ચઢાવેલા ચિત્રોને જાતે જ ચકાસી જશોજી. કેટલાંક વણવપરાયેલા તો કેટલાંક જરૂરી ટૅગવિહિન હોય યોગ્ય કાર્યવાહી કરશોજી. (સાફસફાઈની શરૂઆત આપણે આપણી આદત પ્રમાણે ઘરથી જ કરીએ !! :-) ) આભાર.

અન્ય ભાષાઓની કડી ફેરફાર કરો

ધવલભાઈ, નમસ્કાર. અન્ય વિકિના લેખોમાં ડાબી કોલમમાં નીચે આવેલ અન્ય ભાષાઓની લિન્કની નીચે edit interlanguage linkની સગવડ હોય છે. જેના પર ક્લિક કરવાથી વિકિડેટાની સાઈટ પર જઈ આંતર-ભાષા-કડી ઉમેરી, બદલી કે રદ કરી શકાય છે. આ સગવડ માત્ર ગુજરાતી વિકિપીડિયામાં જ નથી. આ ફેરફાર અન્ય વિકિમાં હાલમાં જ થયો લાગે છે, આપણે ત્યાં પણ આ સગવડ જરૂરી છે, જેથી આપ ઘટતું કાર્ય કરી આ સગવડ અહીં કાર્યરત કરશો એવી વિનંતી છે. જેથી આવી કડીઓનું કાર્ય કરવામાં સરળતા રહે.

આભાર.--સતિષચંદ્ર (talk) ૦૦:૪૯, ૧૧ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર

સતિષભાઈ મને તો આ કડી દેખાય છે.--Vyom25 (talk) ૧૨:૨૯, ૧૧ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર
kadach browser cache no problem hashe. ctrl+F5 karine juo.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૦૯, ૧૧ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર

Article request: Transport for London ફેરફાર કરો

Hi! Are you interested in writing an article on en:Transport for London? The agency has a website in Gujarati so it can help you write the article. Thank you WhisperToMe (talk) ૦૨:૨૩, ૧૮ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર

ગુજરાતી વનસ્પતિ વિદ્ ની સેવાની જરૂર ફેરફાર કરો

ધવલભાઈ, બોર આ લેખમાં વર્ણન નામના ફકરામાં અંગ્રેજી શબ્દો થોડા શાસ્રીય છે. તેનું ભાષાંતર કરવામાં મદદ કરવા વિનંતી. --sushant (talk) ૨૦:૪૬, ૧૮ મે ૨૦૧૩ (IST)ઉત્તર

  કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૧૬:૧૧, ૧૯ મે ૨૦૧૩ (IST)ઉત્તર

જોઈ જશો ફેરફાર કરો

ચર્ચા:અલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ આ પાને થયેલ ભૂતકાળની ચર્ચા જોઈ જશો અને એ વિશેના તમારા વિચાર જણાવશો.--Vyom25 (talk) ૨૨:૨૩, ૧૮ મે ૨૦૧૩ (IST)ઉત્તર

  કામ થઈ ગયું લેક્ઝાંડર ગ્રેહામ બેલ સાચું નામ છે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૧૨, ૧૯ મે ૨૦૧૩ (IST)ઉત્તર

ભાષાંતર ફેરફાર કરો

ધવલભાઈ, oversighter નું ગુજરાતી અનુવાદ શું થઈ શકે? વિકિડેટા પર અમે અનુવાદ કરતાં આ સભ્યજૂથના પ્રકારનો કોઈ અનુવાદ સૂઝતો નથી.--Vyom25 (talk) ૧૦:૫૭, ૨૧ મે ૨૦૧૩ (IST)ઉત્તર

નિરિક્ષક કરી શકાય.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૦૭, ૨૧ મે ૨૦૧૩ (IST)ઉત્તર
હમમ્, બરાબર છે...--Vyom25 (talk) ૧૧:૪૭, ૨૧ મે ૨૦૧૩ (IST)ઉત્તર

બોટની મદદ ફેરફાર કરો

ધવલભાઈ થોડા દિવસ અગાઉ મેં સમકિતના ચર્ચાનાં પાંને આ સંદેશ મૂક્યો હતો પણ તે વ્યસ્ત લાગે છે તો તમે વિચાર જણાવશો;

ઢાંચો:આવર્ત કોષ્ટકને શ્રેણી:રાસાયણિક તત્વો એ શ્રેણીનાં તમામ પાનાં પર નીચેના ભાગે મૂકવો છે તો શું તે બોટની મદદથી મૂકી શકાય.--Vyom25 (talk) ૧૧:૦૨, ૨૧ મે ૨૦૧૩ (IST)ઉત્તર

હા, થઈ શકે અનેહુમ્ કરીદઈશ.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૧૭, ૨૧ મે ૨૦૧૩ (IST)ઉત્તર
આપનો ખૂબ ખૂબ આભાર.--Vyom25 (talk) ૧૧:૪૬, ૨૧ મે ૨૦૧૩ (IST)ઉત્તર

નામસ્મરણ મહિમા ફેરફાર કરો

ધવલભાઇ નામસ્મરણ મહિમા નામના પાનાને નામસ્મરણ પર વાળી આપવા નમ્ર વિનંતી.

  કામ થઈ ગયું--Vyom25 (talk) ૧૧:૫૨, ૨૧ મે ૨૦૧૩ (IST)ઉત્તર

આભાર વ્યોમભાઇ અને ધવલભાઇ.--યોગેશ કવીશ્વર (talk) ૦૮:૩૩, ૨૨ મે ૨૦૧૩ (IST)ઉત્તર

ભાંગફોડીયા પ્રવૃત્તિ ફેરફાર કરો

ધવલભાઇ, એક બાબતે ધ્યાન દોરવાનું કે ભાઇ શ્રી રાહુલભાઇ બોટ વગર કારણે મારા લેખોમાં અયોગ્ય સુધારા-વધારા કરવામાં આવે છે અને ભાંગફોડીયા પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આપણે લેખમાં ઉમેરો કરીને વિશેષ યોગદાન ન આપી શકીએ તો કંઈ નહિ પરંતું અયોગ્ય સુધારાઓ કરીને લખનારને પરેશાન કરવાનોપ કોઇ જ મતલબ નથી.

  • મેં મહાત્મા મૂળદાસ નામે પાનું બનાવ્યું હતું. આ ભાઇએ તેનું નામ બદલીને મૂળદાસ પર ખસેડી દીધું. એ મહાત્મા મૂળદાસ તરીકે જ ઓળખાય છે પણ આ ભાઇને તેમાં વાંધો હશે. પછી આ ભાઇએ તે લેખમાં સંદર્ભો માગીને લખાણની યોગ્યતા સામે સવાલ ઉઠાવ્યા. મેં તે ટેગ દૂર કરીને સંદર્ભો મૂક્યા.
  • આ લેખમાં નરસિંહ મહેતાની હરોળના એ વાક્યમાં નરસિંહ મહેતા પાનાની કડી હતી. આ ભાઇએ નવું 'નરસિંહ મહેતાની' નામે પાનું બનાવીને આ પાનામાં પણ નરસિંહ મહેતાની નામે કડિ આપી.
  • મેં રાતે પૂજ્ય શ્રી મોટા નામે પાનું બનાવ્યું. સવારમાં જોયું તે પાનામાં પણ રહુલભાઇ ફેરફાર કરવા માટે પહોચી ગયેલા જનાયા. આ પાનામાં મેં સંદર્ભો મૂક્યા હોવા છતા તેમણે લખાણની યોગ્યતા અને નિષ્પક્ષતા વાળી ટેગ મૂકી દીધી જે મેં પાછી વાળી છે પણ એ ફેરફારને આ ભાઇ ફરી પછો વાળશે.

આ બધા પરથી મને લાગે છે કે આ ભાઇને ભાંગફોડીયા પ્રવૃત્તિમાં જ રસ છે. હા. વિકિમાં તમામ વ્યક્તિને સમાન અધિકારો છે પણ માત્ર ભાંગફોડીયા પ્રવૃત્તિ અને નકારાત્મક બાજુની જ વૃત્તિના કારણે નવા સભ્યો પર તેની ખરાબ અસરો પડે છે. યોગ્ય કરવા વિનંતી.--યોગેશ કવીશ્વર (talk) ૦૮:૨૯, ૨૨ મે ૨૦૧૩ (IST)ઉત્તર

તેમની આવી પ્રવૃત્તિ મારા ધ્યાને ચડી છે અને તેમને સવાલ પણ કર્યો છે. જોઇએ તેઓ શુમ્ જવાબ આપે છે. તમે ચિમ્તા ન કરો, તેમના પર પણ નજર રખાઈ રહી છે.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૩૦, ૨૨ મે ૨૦૧૩ (IST)ઉત્તર

આભાર ધવલભાઇ.--યોગેશ કવીશ્વર (talk)

રાહુલભાઇ બોટ દ્વારા માનસિક ત્રાસ ફેરફાર કરો

ધવલભાઇ, આ રાહુલભાઇ બોટના ત્રાસમાંથી મુક્ત કરાવવા વિનંતી. તે ભાઇને મારા સામે શું વાંધો છે તે ખબર પડતી નથી પણ ગઈ કાલે રાહુલભાઇએ મેં તાજેતરમાં જ બનાવેલા પાના 'મૂળદાસ' અને 'પૂય શ્રી મોટા'માં મેં મૂકેલા સંદર્ભ 'નોટ રીયલેબલ સોર્સ' એવી નોંધ મૂકીને કાઢી નાખ્યા હતા અને આ લેખની મહિતીની સત્યતા પર અવિશ્વાસ અને સંદર્ભ માગવામાં આવ્યા છે એવી ટૅગલાઇન મૂકી હતી. તેના એ ફેરફારને મેં રદ કર્યો છે. મેં વિકિ કોમન્સ્માં જે બે તસવીરો ચડાવી હતી તે બન્નેને દૂર કરવા માટે પણ રાહુલભાઇએ વિનંતી કરી છે. એટલે આ વ્યક્તિ મારી પાછળ પડી ગયા હોય તેમ લાગે છે. હું વિકિમાં જોડાયાને આજે પાંચ દિવસ થયા છે. હું જે જે લેખો બનાવું તેમાં આ રાહુલભાઇ વિકૃત ફેરફારો કરીને મને માનસિક ત્રાસ આપે છે.

મૂળદાસ અને પૂજ્ય શ્રી મોટા એ બન્ને લેખો જોઇ જવા વિનંતી છે. તેમાં સંદર્ભો ખુટે છે કે કેમ તે આપ નક્કી કરીને કહેશો જેથી રાહુલભાઇના વારંવારના ત્રાસમાંથી મુક્ત થઈ શકાય.

તસવીરો વિશે મેં હાલમાં બે તસવીરો કોમન્સમાં ચડાવી હતી. એક મહાત્મા મૂળદાસની છે. આ સંત થઈ ગયાને ૪૦૦થી વધુ વર્ષ થઇ ગયા છે. તેમની હાલ આ એક જ તસવીર ઉપલબ્ધ છે. કૉપીરાઇટ એક્ટ મુજબ તેના હક્કો પૂરા થઇ ગયા છે અને તે તસવીર બ્લૅક એન્ડ વ્હાઇટ્માં છે, કોણે તે પાડેયાદના આશ્લીરમ હશે તેની ઓળખ નથી. આ તસવીરને પણ દૂર કરવા માટે રાહુલભાઇ બોટે વિનંતી કરી છે. બીજી તસવીર પૂજ્ય શ્રીમોટાની છે અને મેં તે નડિયાદના આશ્રમ ખાતેથી મેળવી હતી. જુદી જુદી વેબસાઇટમાં પણ તેનો મુક્ત ઉપયોગ થાય છે. તેના ઉપયોગ માટે આશ્રમ દ્વાર કોઇ જાતની મનાઇ ફરમાવવામાં આવી નથી. તેને પણ રાહુલભાઇ બોટે દૂર કરવાની વિનંતી કરી છે. જેમાં મને સાત દિવસમાં તસવીરના મૂળ માલિક્ની મંજૂરી સાથે ઇમેલ કરવાનું જણાવાયું છે. આ તસવીરના મૂળ માલિક અજાણ્યા છે. પણ તેના આશ્રમ દ્વારા છપાતા આ પુસ્તકોમાં તેનો ઉપયોગ થયેલો છે. હું આ તસવીર એટેચ કરીને આશ્રમને મેઇલ કરૂં અને વિકિમાં મૂકવાની તેની મંજૂરી માગું અને મળ્યેથી તે વિકિને ફોરવર્ડ કરું તો એ માન્ય ગણાય કે નહિ ? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.--યોગેશ કવીશ્વર (talk) ૦૯:૩૮, ૨૩ મે ૨૦૧૩ (IST)ઉત્તર

યોગેશભાઈ, મેં અગાઉ પણ તમને કહ્યું હતું તેમ, તમે કોઈના દ્વારા કરવામાં આવતા ફેરફારોથી પરેશાન ન થાવ. હું કે અન્ય અનુભવી સભ્ય તમારા લખાણો પર નજર નાંખીશું જ. તસવીર સંદર્ભે મેં તમારા ચર્ચાના પાના પર જણાવ્યું જ હતું કે અહિં કોપીરાઇટના કાયદાનો સખ્તાઇથી અમલ થાય છે. મને પોતાને ઝવેરચંદ મેઘાણીની તસવીર માટે આંખે પાણી આવી ગયા હતા. તમે સુચવ્યું તેમ, આશ્રમને ઇમેલ મોકલી તેમની મંજૂરી મેળવી લો, તેનાથી કદાચ કામ ચાલી જશે. જો એક જ તસવીર એક કરતા વધુ વેબસાઇટો પર વપરાઈ હોય અને તેમાંની એકાદી વેબસાઇટ પણ કોપીરાઇટથી પ્રોટેક્ટેડ હોય તો આવી મુશ્કેલી રહેવાની જ. અમે સામાન્ય રીતે આવા કારણોસર તસવીર હોવી જ જોઈએ તેવો આગ્રહ રાખતા નથી.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૧૯, ૨૪ મે ૨૦૧૩ (IST)ઉત્તર

આભાર ધવલભાઇ. પ્રયત્ન કરું તસવીરનું થઈ જાય તો ઠીક છે નહિતર જવા દઈશ.--યોગેશ કવીશ્વર (talk) ૦૭:૩૫, ૨૫ મે ૨૦૧૩ (IST)ઉત્તર

જોઇ જશો ફેરફાર કરો

ધવલભાઇ, મુખ્પૃષ્ઠ પાના પર પ્રથમ જ વિભાગ આ માસનો ઉમદા લેખમાં છેલ્લે 'આ સિવાય અન્ય કોઇ લેખોનો સમાવેષ પ્રસ્તુત લેખમાં કરવાની જરૂર લાગે તો પ્રસ્તુત લેખનાં ચર્ચાના પાના પર જઇને સુચન કરવા વિનંતી છે' એવું વાક્ય છે. તેમાં સુચન શબ્દની સાચી જોડણી સૂચન હોવાથી તે સુધારવા નમ્ર વિનંતી. મેં પાનાની ચર્ચામાં આ વિશે લખ્યું છે.--યોગેશ કવીશ્વર (talk) ૦૭:૫૫, ૨૫ મે ૨૦૧૩ (IST)ઉત્તર

ભાંગફોડીયા પ્રવૃત્તિ ફેરફાર કરો

ધવલભાઇ, મજામાં હશો. 64.88.4.2 આઇ.પી. સરનામા પરથી કોઇક અજ્ઞાત વ્યક્તિએ જુદા-જુદા લેખોમાં મનફાવે તેવા અંગ્રેજીમાં લખાણો મૂક્યા હતા. પાંચેક પાનામાં આવું થયેલું. ફરી આ અજ્ઞાત વ્યક્તિ દ્વારા ભાગફોડીયા પ્રવૃત્તિ ન થાય તે માટે શક્ય હોય તો તેને બ્લૉક કરવા વિનંતી. વધુ માહિતી માટે તાજા ફેરફારોનો લોગ અને આ આઇ.પી. સરનામાનું યોગદાન જોઇ જવા વિનંતી.--યોગેશ કવીશ્વર (talk) ૦૦:૩૬, ૩૧ મે ૨૦૧૩ (IST)ઉત્તર

આભાર યોગેશભાઈ. આવું અહિં વખતોવખત થતું રહે છે. સામાન્યત: આવા લોકો એકાદ વખત આવી ચડે છે અને પછી ક્યારેય પાછા ફરતા નથી. તેથી તેમના પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની જરૂર રહેતી નથી. પણ હા, વખતોવખત એ જ આઇ.પી. સરનામા પરથી આવી ભાંગફોડ થતી નજરે ચડે તો તેમના પર અવશ્ય પ્રતિબંધ મૂકીશું.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૩૦, ૩૧ મે ૨૦૧૩ (IST)ઉત્તર
ભલે ધવલભાઇ.--યોગેશ (talk) ૦૯:૦૭, ૩૧ મે ૨૦૧૩ (IST)ઉત્તર

બોટવિનંતી (જૂનાગઢ) ફેરફાર કરો

વિવિધ ચર્ચાઓ અને સભ્યોનાં મત તેમ જ સાંદર્ભીક વેબ સુધારાઓને કારણે "જુનાગઢ" શબ્દની જગ્યાએ સર્વત્ર "જૂનાગઢ" શબ્દ કરી જોડણી સુધારવાની Gubotને નમ્ર વિનંતી કરવામાં આવે છે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૪૩, ૩૧ મે ૨૦૧૩ (IST)ઉત્તર

  કરું છું.... ભૂલમાં આની સાથે નીચેની વિનંતિ પણ વણી લીધી અને તેને કારણે ૧૨ કલાકથી બૉટ ચાલુ છે, પણ આ કામ પૂરેપૂરું પત્યું નથી. કદાચ બીજા બારેક કલાક લાગશે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૦, ૨ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર

બૉટ વિનંતિ ફેરફાર કરો

આદરણીય ધવલભાઇ, વિકિમાં લગભગ તમામ ગામોના લેખોમાં ખેતમજુરી લખેલું છે. તેની સાચી જોડણી ખેતમજૂરી છે. બૉટની મદદથી યોગ્ય સુધારો કરવા નમ્ર વિનંતી.--યોગેશ કવીશ્વર (talk) ૧૧:૧૫, ૧ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર

  કરું છું...., બાર કલાકથી આ કામ ચાલુ છે. પત્યે જણાવીશ. ધ્યાન દોરવા બદલ આભાર.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૧, ૨ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર

  કામ થઈ ગયું કુલ ૫૮ ફેરફારો સાથે શ્રેણી:જુનાગઢ, શ્રેણી:જુનાગઢ તાલુકો, શ્રેણી:જુનાગઢ જિલ્લો અને શ્રેણી:જુનાગઢ સિંચાઇ વિભાગનાં જળબંધો બદલી.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૧, ૭ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર

આ જોઇ જવા વિનંતી ફેરફાર કરો

ધ્વલભાઇ, ચર્ચા:સ્વાગત પાના પર મેં સ્વાગત સંદેશમાં કેટલાક જોડણીદોષો સુધારવા અંગે લખ્યું છે. એ ચર્ચા પર અનુકુળતાએ નજર ફેરવી જવા વિનંતી.--યોગેશ કવીશ્વર (talk) ૦૯:૩૦, ૨ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર

  કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૮, ૨ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
ધવલભાઇ, આપનો હ્રદયપૂર્વક આભાર. આપને તકલીફ આપવા બદલ માફી આપશો.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૨૪, ૨ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
અરે ના ભાઈ ના, આમાં આભારની કોઈ જરૂર નથી અને માફી માગવાની તો બીલકુલ જ નહિ. આ તો મારી ફરજ છે. અને હા, તમારા આ અવિરત યોગદાનને અને ઝીનવટભરી નજરને સલામ.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૦, ૨ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
આભાર ધવલભાઇ પણ ખાસ તો માફી ખેતમજૂર માટે માગવાની કે બૉટ ૧૨ કલાકથી ચાલે છે, એટલે કામ અટપટું તો ખરું જ. તે માટે ખાસ માફી આપશો.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૩૬, ૨ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
ના, કામ અટપટું નથી, મસમોટું છે. હજારો લેખોમાં આ શબ્દ વપરાયો છે અને એ બધામાં ફેરફાર કરવાના એટલે વાર લાગે છે. ચિંતાની જરૂર નથી કેમકે આવું પહેલી વખત નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૮, ૨ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
ધવલભાઇ, બીજી પણ આવી કેટલીક બાબતો ધ્યાનમાં આવી છે. જેમકે મેં જોયું કે કેટલાયે લેખોમાં જિલ્લાના બદલે જીલ્લા લખેલું છે અને તેમજ ના બદલે તેમ જ છે. એટલા બધા લેખોમાં આ રીતે છે કે બૉટની મદદ વગર તેને સુધારવું ઘણું અઘરું છે. આ રીતે આપનું કામ વધારવાનો મારો ઇરાદો નથી પણ આપના વગર તે શક્ય નથી. હજુ પણ આવું બીજું ઘણું હશે. તેને હાલ પૂરતું ધ્યાનસૂચીમાં રખાય અને અનુકૂળતા મુજબ કામ થઈ શકે. વિકિના લેખોનો લોકો સંદર્ભ તરીકે ઉપયોગ કરતા હોય છે ત્યારે આપણો લેખ જુદી જુદી અપેક્ષાઓમાં પૂર્ણ હોય તે જરૂરી છે. બીજું એ પૂછવાનું હતું કે મારે આવો બૉટ ચાલું કરવો હોય તો કરી શકું ? તો આવી ભૂલો સુધારી શકું. રાત્રે બૉટ ચાલુ કરી દઉ તો સવાર સુધીમાં કામ પૂરું થઈ જાય. અનુકૂળતાએ માર્ગદર્શન આપવા વિનંતી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૮:૪૫, ૩ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
  કામ થઈ ગયુંગઈ કાલથી આજ સુધીના ૨૪ કલાકમાં ૭૦૮૭ ફેરફારો સાથે કામ પૂર્ણ.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૪૧, ૮ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
આભાર ધવલભાઇ. તેમજવાળું બાકી રહી ગયું લાગે છે. લગભગ તમામ ગામના લેખોમાં તેમજના બદલે તેમ જ લખેલું છે. તેમજની સાચી જોડણીના આધાર માટે લેક્સિકોન મહારાજ પ્રસ્તુત છે.
હા, બાકી રહ્યું છે. એક નવો પ્રયોગ કરવો છે, તેને માટે રાખ્યું છે. પણ ધ્યાને દોરતા રહેજો, મારે ઘણી વાર એવું થાય છે, કે પછી કરીને બાજુએ મૂકું અને પછી ક્યારેય આવે જ નહી. પણ, આ બાબતે એવું ના થાય એનો ખ્યાલ રાખીશ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૯, ૧૨ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર

ઢાંચો:Navbox ફેરફાર કરો

શ્રી.ધવલભાઈ, આ ઢાંચો:Navboxમાં શું સમસ્યા આવી ગઈ તે સમજાતું નથી. આપે પણ કંઈક પ્રયાસ તો કર્યો છે પણ હજુ અન્ય મોટાભાગના ઢાંચાઓમાં આને કારણે કંઈક ડખો થયાનું જણાય છે ! જોઈને કંઈક ઉપાય વિચારશોજી. (આપણાં ઢાંચા નિષ્ણાંતો હમણાં પરીક્ષાઓમાં પડ્યા હોવાનું જણાય છે, કંઈક ઉકેલ કરો પ્રભુ.)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૧૨, ૪ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર

હવે આપ ઇચ્છો તો મારા વાંહામાં બે-ચાર ધબ્બા ઠોકી શકો છો !! (શાબાશીના જ સ્તો) :-) ઢાંચો:Navbox અને એને સંલગ્ન અન્ય ઢાંચાઓની સમસ્યાનું, મારી નજરે, નિરાકરણ થઈ ગયું જણાય છે. (અન્યથા પેલા ધબ્બાઓ વ્યાજ સહીત પરત મળશે !) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૫૪, ૪ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
બે-ચાર હોય? લ્યો ને દસ-બાર...! વાહ ભાઈ, તમે તો કામ કરી દીધું.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૧૮, ૪ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
ધવલભાઈ તમારા આ દસ કે બાર ધબ્બાએ અશોકભાઈને વાંસાનો દુખાવો કરી દીધો છે તે પાછા આરામમાં આવી ગયા છે. હવે પાછા દસ બાર મારી દો તો પાછા સરખા થઈ જાશે. (કદાચ)--Vyom25 (talk) ૨૦:૧૨, ૭ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
હા હા હા હા હા--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૧:૦૦, ૭ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર

સભ્ય:Vinaymandir-sarangpipali ફેરફાર કરો

ઉપરોક્ત સભ્ય ખાતું સંસ્થાના નામે ખોલવામાં આવેલું છે. મારી જાણ મુજબ વિકિના નિયમોમાં એવી જોગવાઇ છે કે, આ રીતે સંસ્થાના નામે ખાતું ખોલી શકાતું નથી. આવા ખાતાઓનો મુખ્ય ધ્યેય પોતાના પ્રચાર પ્રસારનો હોય છે. જોઇ જવા વિનંતી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૨:૫૪, ૭ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર

આપણે અહિં ગુજરાતીમાં આજ સુધી ફક્ત એક જ સભ્યનામ સંસ્થાનું હતું અને તેના પરથી એવા કોઈ કામ થયા નથી એટલે આપણે એ નીતિ અપનાવી નથી. પણ હા, ફેરવિચારણા કરવા લાયક ખરૂં.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૪૩, ૮ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
ધવલભાઇ, આ સંસ્થાના નામે જે પણ વ્યક્તિએ ખાતુ ખોલ્યું છે તેને માત્ર પોતાના પ્રચારમાં જ રસ છે. જે દિવસે આ સભ્ય પધાર્યા તે દિવસે તેમણે સારંગપીપળી ગામના લેખમાં ફેરફાર કરીને પોતાની શાળાનું નામ ઉમેર્યું હતું. ત્યારે મેં તેમાં ફેરફાર કરીને શાળાનું નામ કાઢીને 'ગામમાં માધ્યમિક શાળા વગેરે સવલતો આવેલી છે' તે મતલબનો ફેરફાર કર્યો હતો. આ સભ્યએ પોતાનું સભ્યપાનું બનાવ્યું છે તેમાં પણ માત્ર શાળાના વખાણ જ કર્યા છે, જેમાં હકીકત કરતા ખુશામતખોરી વધુ છે. આજે આ સભ્યશ્રી ફરી પધારેલા અને આ શાળાના નામનું પાનું બનાવેલું જેમાં વ્યોમભાઇએ ડિલિશન ટૅગ મૂકી છે. તેમાં સારગપીપળી ગામના લેખમાં પણ તેઓશ્રીએ ફેરફાર કરેલો અને ્ફરી વખત પોતાની શાળાનું નામ ઉમેરેલુ. અ સભ્યએ વિકિને ઉપયોગી થાય તેવુ કોઇ જ યોગદાન કર્યું નથી. આ બધા પરથી સાબિત થઈ જાય છે કે આ ખાતા ચાલકનો હેતું માત્ર પોતાના પ્રચારનો જ છે. ઉપરાંત સભ્યપાનું મળવાથી તેને પોતાની શાળાનો પ્રચાર કરવા જગ્યા મળી જાય છે. આમ તો આપણે કોઇના સભ્યપાનામાં કંઇ ફેરફાર કરતા નથી પણ હું આનું સભ્યપાનું હાલ પૂરતું ખાલી કરી નાખુ છું.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૧૬, ૯ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
સહમત યોગેશભાઈ. મેં તેમના ચર્ચાનાં પાના પર તેમને સંદેશો લખીને જણાવ્યું છે કે ત્રણ દિવસ બાદ તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવશે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૪૪, ૯ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
આભાર ધવલભાઇ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૮:૦૭, ૯ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
મારી દૃષ્ટિએ આ પ્રકારના તત્ત્વો વધુ નુક્શાનકારક હોય છે. ધારો કે કોઈ આઈપી સરનામાં પરથી ભાંગફોડ થાય તો તેનો મતલબ એ કે તે અહિં આવી ચડેલ છે અથવા તો વાંચવા આવેલ છે અને તોફાન કરવા પ્રેરાયેલ છે. જ્યારે ખાતું ખોલીને ભાંગફોડ કરાય તે મારી દૃષ્ટિએ ખાસ રસ દાખવીને ભાંગફોડ કરવા કરાયેલ કૃત્ય છે. એક તો જે તે વ્યક્તિ ખાતું ખોલાવવા જેટલી તકેદારી લે છે અને પછી ભાંગફોડ કરે છે તેનો મતલબ કે તે વ્યક્તિ ઈરાદાપૂર્વક સાઈટનો ઉપયોગ જાણીને જ કાર્ય કરી રહી છે. આમાં કેટલાંક અપવાદ હશે પણ હું ખાતું ખોલીને ભાંગફોડ કરનાર સાથે સખ્તાઈથી વર્તવાના પક્ષમાં છું અને ધવલભાઈ તમારા પગલાં સાથે સહમત છું.--Vyom25 (talk) ૧૯:૩૬, ૯ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
આભાર વ્યોમભાઈ! એકદમ સાચી વાત છે કે આવા તત્ત્વો જાણીજોઈને, પૂરી તૈયારી સાથે આવા કૃત્યો કરવા અહિં આવે છે, એટલે એમનો ત્રાસ વધુ હોય છે અને એટલે જ તેમને ઉગતા જ ડામી દેવામાં ભલાઈ છે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૬, ૧૦ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
  કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૦૪:૩૯, ૧૪ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર

વિકિપીડિયાની સત્યતા સામે સવાલ ફેરફાર કરો

અહિં વેબગુર્જરી નામની વેબસાઇટ પર વિકિ લેખોની સત્યતા સામે સવાલ ઊઠાવવામાં આવ્યો છે અને મેં ત્યાં વિકિની તરફેણમાં ચર્ચા શરુ કરી છે. જોઇ જવા વિનંતી તેમજ પ્રબંધક તરીકે સત્તાવાર માહિતી ત્યાં રજૂ કરવા પણ નમ્ર વિનંતી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૭:૩૯, ૧૨ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર

ધ્યાન દોરવા બદલ આભાર યોગેશભાઈ. આપે અને વ્યોમભાઈએ સુંદર જવાબ લખ્યો છે. મેં પણ મારી લાંબીલચક ટિપ્પણી ઉમેરી છે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૨, ૧૩ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
આભાર ધવલભાઇ, આપે એક્દમ સચોટ ટિપ્પાણી મૂકી છે. મેં હમણા કવીશ્વર પબ્લિકેશનનો નવો વ્યવસાય શરું કર્યો છે એટલે એની ગોઠવણમાં હતો અને ઓનલાઇન આવી શક્યો નહોતો. તે વેબસાઇટમાં નવી પોસ્ટમાં જુગલકિશોરભાઇએ વિકિ અંગે ખુલાસો કર્યો છે અને સંદર્ભવાળી બાબતે તેઓ અજાણ હોવાનું જણાવ્યું છે અને વિકિ તથા બ્લૉગની સરખામણી કરવાનો તેમનો કોઇ ઇરાદો નહોતો તેવું પણ જણાવ્યું છે. લોકોમાં વિકિપીડિયા અંગે આવી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે એ હકીકત છે. અમુક અંશે એ લોકો સાચા છે. આપણે વિકિના દરેક લેખોને શક્ય હોય તે રીતે સંપૂર્ણ બનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. આ રીતે કામ ચાલે પણ છે અને આવા લેખોને આપણે ઉમદા લેખોમાં સમાવીએ છીએ પણ હજુ ઘણું કરવાની જરૂરીયાત છે. જેમકે હું વિકિના બદલે ગુજરાતી વિશ્વકોશ ખરીદીને તેનો માહિતી માટે આધાર લેતો હોઉં તો તેમાં જે તે વિષયના લેખો તમામ અપેક્ષાએ પૂર્ણ કક્ષાના હશે. જેમકે માહિતી, વિશ્વસનિયતા, લખાણની સાચી જોડણી વગેરે વગેરે. આપણા વિકિ લેખોમાં તો બધા જ્ઞાની લોકો લખતા હોવાથી છાપેલા જ્ઞાનકોશની તુલનાએ આપણામાં વધુ હોય. દરેક માટે મફત અને હાથવગુ સાધન હોવાથી આપણો વ્યાપ પણ વધુ છે. હવે રહી વાત સુધારાની તો મારા ખ્યાલ મુજબ નવા લખાતા લેખોમાં પ્રૂફ રીડીંગ કરવાનું કામ હું ઉપાડી લઈશ અને જૂના લેખોમાં પણ આ ઝૂંબેશ ચલાવવાની જરુર છે. આ કામમાં હું મારાથી બનતી મહેનત કરીશ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૨૬, ૧૭ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
સૌ પ્રથમ તો નવા વ્યવસાયની હાર્દિક વધાઈઓ, ભગવાન તમને સિદ્ધિઓના શિખર સર કરાવે એવી પ્રાર્થના. હવે આ બાબતે એ તો સર્વ શ્રેષ્ઠ થશે જો તમે જોડણી અને વ્યાકરણની ચકાસણી કરતા જશો તો. પણ એ પછી પણ સંદર્ભનો પ્રશ્ન તો ઉપસ્થિત રહેવાનો જ. ધીમે ધીમે જેમ આપણો વ્યાપ વધતો જશે, તેમ તેમ વધુ લોકો જોડાશે અને વર્કફોર્સ મોટું થતાં જ આપણું કામ પદ્ધતિસર થવા લાગશે. આપણે અહિં પણ વખતો વખત જૂના લેક્ઝોમાં સુધારણા કરવાના પ્રોજેક્ટ્સ હાથ પર લેતા હોઈએ છીએ. હું પોતે નવા થતા ફેરફારો પર નજર રાખતો રહું છું અને એવું જ કામ અશોકભાઈ પણ કરતા. વચ્ચે મારા કામની વ્યસ્તતાને કારણે અને હવે અશોકભાઈ તબિયતને કારણે આ કામ નથી કરી શક્તા. પણ જૂના લેખો જેમ જેમ ધ્યાને ચડતા જાય તેમ તેમ તેમાં સુધારા કરવાનું કામ હું શિરે લઉં છું.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૪૯, ૧૭ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
યોગેશભાઈ તમારા આ નવા સાહસ માટે ખૂબ ખૂબ અભિનંદન અને તમે સફળ થશો જ એવો વિશ્વાસ છે. તમે આ પ્રૂફ રીડીંગની વાત કહી તે સચોટ છે અને તે માટે આપણે જે લેખ પર જઈએ તે જ જો સુધારતા જઈએ તો થોડા વખતમાં સુધરેલા લેખોની સંખ્યા ઘણી થઈ જશે. સંદર્ભ પણ અગત્યના છે અને તે પણ જેમ વધુ મળી શકે તે પ્રકલ્પ માટે વધુ સારું છે. અને જે ગેરમાન્યતાઓની તમે વાત કરી તે આપણે સમયાંતરે આપણને જે કોઈપણ જગ્યાએ પ્લેટફોર્મ મળે અને અનૂકુળતા હોય તે સ્થાને અલગ અલગ માધ્યમ દ્વારા પ્રચાર અને પ્રસાર કરવાથી ઓછી કરી શકાશે.--Vyom25 (talk) ૨૨:૦૧, ૧૭ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
ધવલભાઇ, વ્યોમભાઇ આપની અંતરની શુભેચ્છા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રૂફ રીડીંગનું કામ તમે શરુઆતથી જ કરતા હતા, તે આપના ચર્ચાના પાનાની પોસ્ટ પરથી પણ જોઇ શકાય છે. મને શુદ્ધ ગુજરાતીમાં લખતા આવડે છે એવો મારો દાવો નથી પણ જોડણી અંગે શંકા હોય તો લેક્સિકોનનો સહારો લઈને પણ સાચી જોડણી લખવાનો પ્રયત્ન કરું છું. તેનાથી સૌથી મોટો ફાયદો એ કે ધીરે ધીરે લેક્સિકોનની મદદ વગર જ ભાષાદોષ રહિત લખી શકાશે. મારું એવું માનવું છે કે વિકિમાં લેખોની સંખ્યા ઓછી હોય તે ચાલશે પણ જે છે તેની ગુણવત્તા ઉત્તમકક્ષાની હોય તે જરૂરી છે. પ્રૂફ રીડીંગ ઉપરાંત ખૂટતા સંદર્ભો આપવા અને મૃત સંદર્ભોને હટાવીને નવા ઉમેરવાની પ્રક્રિયા પણ આ સાથે કરતા રહીશું. --યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૨:૫૯, ૧૮ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર

કેદાર જોશી ફેરફાર કરો

ધવલભાઈ, આ લેખ મને શંકાસ્પદ જણાય છે અને હાલમાં જ અશોકભાઈના ચર્ચાના પાને ધર્માધ્યક્ષ નામના સભ્યે આ બાબત પર ધ્યાન દોરેલ છે. તો આપ વિશ્લેષણ કરી યોગ્ય પગલાં ઉઠાવશો.--Vyom25 (talk) ૧૯:૫૦, ૧૩ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર

વ્યોમભાઈ, મેં જોયું. આપણે અહિં લેખમાં કોઈ ખાસ લખાણ છે નહિ, એટલે એ જાહેરાત કે પશસ્તિપૂર્ણ હોય એવું ફલિત થતું નથી. પણ સામાન્ય વિકિપીડિયાના નિયમો પ્રમાણે કોઈ આગવું યોગદાન ન હોય તેવી વ્યક્તિઓ વિષેના લેખોને આપણે સ્થાન આપતા નથી, એ નાતે એના પર પ્રશ્ન ઉઠે ખરો. ફક્ત મારી જાણ સારુ મને જણાવશો કે એમાં વાંધાજનક શું છે? અને પેલાભાઈએ જણાવ્યું છે તેમ કયા વિકિપીડિયામાં તેમના વિષેનો કયો લેખ કયા કારણથી દૂર કરવામાં આવ્યો એનું કોઈ પ્રમાણ છે ખરૂં? કોઈ પણ પગલું ભરતા પહેલા બધી તપાસ કરીને ચાલવું સારું.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૬, ૧૪ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
જો કે મારું ધ્યાન ગયું કે ગઈકાલે એ જ નામના સભ્યએ, એટલે કે તેમણે પોતે જ, પાનું કોરું કરી નાખ્યું હતું, તો આપણે તેને ડિલિટ કરી જ દેવું જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૪૧, ૧૪ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર

શ્રેણી ફેરફાર કરો

ભાઈશ્રી ધવલ, નમસ્કાર. આજે પક્ષીઓ વિશે એક લેખ બનાવતાં ખબર પડી કે અહીં પક્ષી અને પક્ષીઓ એમ બે શ્રેણીઓ બનેલી છે. આમાંથી કોઈ એક શ્રેણીમાં બધા લેખ લઈ બાકીની શ્રેણી દૂર કરવી જોઇએ, બરાબરને ? આપ ઘટતું કાર્ય બોટ દ્વારા કરી દેશો.--સતિષચંદ્ર (talk) ૦૪:૫૧, ૧૪ જુલાઇ ૨૦૧૩ (IST)ઉત્તર

  કામ થઈ ગયું આભાર, સતિષભાઈ. અને હા, ઘણા લાંબા સમયે તમને અહિં સક્રિય જોઈને આનંદ થયો.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૭, ૧૫ જુલાઇ ૨૦૧૩ (IST)ઉત્તર

ગોરધન ચૌધરી ફેરફાર કરો

મારૂ નામ ગોરધન ચૌધરી છે . હું લાલભાઇ દલપતભાઇ ઇજનેરી મહાવિધ્યાલય, અમદાવાદ માં અભ્યાસ કરુ છુ. હું વિકી ને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું

મુંબઈ સમાચાર ફેરફાર કરો

ધવલભાઈ, જય માતાજી...સીતારામ... ઘણા દિવસે વિકિપીડિયામાં તમારી સાથે વાત કરી રહ્યો છું. હવે વાત એમ છે કે, મુંબઈ સમાચારમાં કોઈ લેખકે "સર ઝૂકા સકતે હૈં લેકિન સર કટા સકતે નહીં" શિર્ષક હેઠળ વિકિપીડિયા વિષે નથુરામ ગોડસેનાં એક લેખ બાબતે લખાણ કરેલ છે. જેની એક કડી તમને મોકલુ છું. સર ઝૂકા સકતે હૈં લેકિન સર કટા સકતે નહીં. જેમાં તેને એવુ લખેલ છે કે, ચેતવણી: ગૂગલ સર્ચ અને વિકિપીડિયાના પેજીસ પર હર વખત ભરોસો નહીં મૂકવાનો. નથુરામ ગોડસેનું વિકિપીડિયાનું પેજ જોજો. એમાં એણે બાપુને સવારે અગિયાર ને પાંચે ગોળી મારી એવું લખ્યું છે. વિકિપીડિયા બોડી બામણીનું ખેતર છે. કોઈ પણ લલ્લુપંજુ ત્યાં રાઈટર અને એડિટર બની જઈ શકે છે. નથુરામ ગોડસેએ ગાંધીજીને કેટલા વાગે ગોળી મારી એનું મહત્ત્વ કોઈને હોય કે ન હોય, વિકિપીડિયાની ઑથેન્ટિસિટી માટે આવી ભૂલો સ્પીક્સ અ લૉટ. આ ઉપરાંત વિકિપીડિયાના રાઈટરો બહુ જ સટલી કોઈ વ્યક્તિ વિશે તમને સારો કે ખરાબ અભિપ્રાય બંધાય તેવું લખી શકતા હોય છે. વિકિપીડિયામાંના અભિપ્રાયોનું મહત્ત્વ એટલું જ જેટલું મહત્ત્વ પાનના ગલ્લે થતી ચર્ચામાં ફેંકાતા અભિપ્રાયોનું.. તો શું આ બાબતે તમારૂ શું કહેવાનુ થાય ? આપણે તેને કાંઈ જવાબ આપવો પડે કે તે લેખકે લખ્યુ તે બરોબર છે... જય માતાજી..--જીતેન્દ્રસિંહ (talk) ૧૫:૧૯, ૧૩ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર

જીતેન્દ્રભાઈ, આ બાબતે ધ્યાન દોરવા બદલ આભાર. સૌ પ્રથમ તો લેખકે જે દાવો કર્યો છે એવું બાપુને સવારે અગિયારને પાંચે ગોળી મારી હોય એવું લખાણ મને ગુજરાતી વિકિપીડિયાના લેખ નથુરામ ગોડસેમાં તો ક્યાંય જોવા મળ્યું નહિ. પરંતુ આંશિક રીતે તેમની વાત સાચી પણ છે, અને એ જગજાહેર છે કે વિકિપીડિયામાં કોઈપણ લખી શકે છે, માટે શક્ય છે કે કોઈએ અવાસ્તવિક માહિતી ઉમેરી હોય. આપણે એ કારણે જ લોકોની વિશ્વસનિયતા આપણામાં જળવાઈ રહે તે હેતુથી દરેક લખાણમાં તટસ્થતાનો અહેસાસ થાય અને તેની સાથે યોગ્ય સંદર્ભ ઉમેરાય તેવો આગ્રહ રાખીએ છીએ. જ્યારે ગુજરાતી લોકો પાસે સંદર્ભ માંગીએ ત્યારે તેમને ગમતું નથી અને આપણા વિકિપીડિયનો જ વળતા આક્ષેપો આપણા ઉપર કરે છે, ઉદાહરણ તરીકે જુઓ મારે તાજેતરમાં થયેલી ચર્ચા:પન્ના ધાઈ. હું તો કહીશ કે તમે ટાંકેલા મુંબઈ સમાચારના લેખ વિષે આપણે વિકિપીડિયાના વાંચકો પર છોડી દેવું જોઈએ. સમજુ લોકો લેખકે લખેલી વાત આપણા લેખમાં નહિ જોતા જાતે જ સમજી જશે કે લેખક ફાંકેબાજ છે, અને જે અણસમજુ છે તેને સમજાવવાનો કોઈપણ પ્રયત્ન કારગત નિવડવાનો નથી. તમે શું કહો છો?--ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૮, ૧૪ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર
મેં તો મારો વિરોધ દર્શાવ્યો. આપણે સૌ એ દર્શાવવો જોઈએ. જેથી તેમને જાણ થાય કે નવા લેખો લખતી વખતે સાવધાન રહેવું. વિરોધ જરૂર કરશો.--sushant (talk) ૦૯:૧૨, ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર

સામો ફેરફાર કરો

આ લેખમાં વનસ્પતિ શાસ્ત્રને લાગતા શબ્દો અને અન્ય વસ્તુઓ જોઇ સુધારવા અને અન્ય માહિતી હોય તો ઉમેરવા વિનંતી.--sushant (talk) ૦૯:૧૩, ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર

  કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૧, ૧૬ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર

કેમકે નવલકથાના લખાણને સંદર્ભ તરીકે ન લઈ શકાય ફેરફાર કરો

સાહેબ, શું એ ફક્ત નવલકથા છે? તો પછી એ ટાપુ પર કીલ્લાનાં અવશેષો ક્યાં થી આવ્યા?, ભાવનગર રાજ્યનો ઇતિહાસ તપાસશો તો પણ એ બધી બાબતોનાં પુરાવા મળશે. --77.92.68.65 ૧૧:૦૩, ૧૬ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર

જી હા સાહેબ, સૌરાષ્ટ્રની રસધાર એ ફક્ત એક નવલકથા કે નવલિકાસંગ્રહ જ છે. તેમાં ભલે ઐતિહાસિક વાતો વણી લેવાઈ હોય, તે પુસ્તકને ઇતિહાસનો દરજ્જો ન આપી શકાય. એક વાત ધ્યાનમાં રાખવી ઘટે કે જ્યારે લેખક કોઈ કૃતિનું સર્જન કરે છે ત્યારે તેમાં પોતાની મૌલિકતા ઉમેરે છે, જે વાસ્તવિકતાથી વેગળી હોય અને એના કારણે તે પુસ્તક ઇતિહાસ કરતા અલગ બને છે. દાખલા તરિકે, કનૈયાલાલ મુન્શીએ લખેલું કૃષ્ણાવતાર, ભલે તેમાં કૃષ્ણની કથા હોય, પરંતુ મૂળ ઐતિહાસિક શ્રીમદ્ ભાગવતમ્ કે હરિવંશ કરતા તે જૂદું છે. કૃષ્ણાવતારમાં ઘણી એવી વાતો છે જેનો કોઈ ઉલ્લેખ હરિવંશ કે શ્રીમદ્ ભાગતમ્‌માં નથી અને તેને જ કારણે કૃષ્ણાવતારને નવલકથા કે વાર્તા ગણવામાં આવે છે જ્યારે અન્ય બેને પુરાણ અને આંશિક રીતે ઇતિહાસ ગણવામાં આવે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૪, ૧૬ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર

કોદરા ફેરફાર કરો

આ લેખમાં વનસ્પતિ શાસ્ત્રને લાગતા શબ્દો અને અન્ય વસ્તુઓ જોઇ સુધારવા અને અન્ય માહિતી હોય તો ઉમેરવા વિનંતી.--sushant (talk) ૦૯:૧૩, ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર

જરા ઘટતું કરશો. --sushant (talk) ૧૩:૩૨, ૨૮ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર
  કામ થઈ ગયું માફ કરશો, ધ્યાન બહાર ગયું હતું.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૩૬, ૩૦ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર

વિકિપીડિયા:વિષે ફેરફાર કરો

Sorry that I can only use English, but for your information, I visited a few pages to see if there had been a response to my recent posts. I noticed that the bottom line of each page (the footer) has a link which, with my preferences, reads "About વિકિપીડિયા" (in the footer, it's a blue link). Clicking that link shows that you deleted the page. I'm just mentioning this in case you were not aware. Johnuniq (talk) ૧૦:૦૬, ૨૮ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર

Yes Johnuniq, I have deleted the page 3 times. In fact the page never existed here, all the three attempts were mere vandalisms or tests by random IPs and hence they were deleted.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૫૫, ૨૮ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર

Thanks for your reply. At my talk I mentioned some problems with the convert templates which are showing bad results in many articles. It would be much better to replace the templates with the new convert module, and I hoped that my post at the Village Pump would get some assistance in providing the necessary translations so everything displayed by a convert, and all inputs to the convert, are in Gujarati. The module already accepts values like 1.234 or ૧.૨૩૪, and displays all values in Gujarati, and does not add "s" to make unit names plural (the templates are still doing that in some cases). Would you mind letting me know what you think: is it likely the community would want the convert template replaced, and would provide some translations? Johnuniq (talk) ૦૮:૧૫, ૩૦ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર

કારાકાસ અને એટલાન્ટા, જ્યોર્જિયા ફેરફાર કરો

ધવલભાઈ, નમસ્કાર. વધુમાં કારાકાસ અને એટલાન્ટા, જ્યોર્જિયા એ બે લેખમાં કંઈ જ દેખાતું નથી, તમે ચેક કરી ઘટતું કાર્ય કરશો એવી વિનંતી.--સતિષચંદ્ર (talk) ૦૨:૦૧, ૨૯ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર

સતિષભાઈ, Infobox settlementને કારણે તકલિફ થતી હતી. હાલ પૂરતું તો એને નજર‌અંદાજ કરી દીધો છે જેથી પાનું વાંચી શકાય, જરા મહેનત કરીને જોવું પડશે કે એવું તો શું બદલાયું છે જેનાથી આખું પાનું દેખાતું બંધ થઈ જાય છે. પણ હા, ધ્યાન દોરવા બદલ આભાર.--ધવલચર્ચા/યોગદાન ૦૬:૨૭, ૨૯ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર
ધવલભાઈ મારે બ્રામ્પ્ટન, ઓન્ટારીયો‎ લેખમાં પણ આવો જ અનુભવ થયો હતો. ત્યારબાદ મેં ઈન્ફોબોક્ષ દૂર કરતાં બાકીનું દેખાવા લાગ્યું હતુ.--Vyom25 (talk) ૧૧:૫૬, ૨૯ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર
જી વ્યોમભાઈ, એ માહિતીચોકઠું જ જવાબદાર છે. કાંઈક તોડ કાઠવો પડશે. અને હા, એક વાત એ કે, બ્રેમ્પ્ટન એ સાચો ઉચ્ચાર છે, માટે મેં પાનું રિડાયરેક્ટ કર્યું છે. જો તમને અનુકૂળ ન હોય તો પાછું વાળશો.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૨૭, ૩૦ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર
કારણ કે ભારત સિવાયના દરેક શહેર અને ગામમાં આ માહિતી ચોકઠું લાગુ પડે છે માટે કાંઈક તો કરવું પડશે. અને બ્રેમ્પ્ટનની વાત છે તો તમે આ બાબતમાં વધુ જાણકાર છો કારણ કે આ ગામનું નામ ઈંગ્લેન્ડના જ બ્રેમ્પ્ટન પરથી પડેલ છે. માટે તમે કરેલ ફેરફાર યોગ્ય છે.--Vyom25 (talk) ૧૨:૦૦, ૩૦ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર

Oddly named templates ફેરફાર કરો

What is the point of the mixed Gujurati–English naming of templates like these? And why do they exist when none of them are actually being used? - dcljr (talk) ૧૯:૨૫, ૩૦ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર

Firstly the reason they are oddly named is that the main template is named in Gujarati, but as it uses several subpages, it was not possible to change names of all those subpages and then correct it in the main template. These were not created here but imported from en.wiki, which you must have noticed in history. And as they were not imported properly, as well as due to so many internal templates/subpages interwoven with it, I dropped the idea of localising the template and using it here and made-up my mind with the use of this. Thanks for bringing this to my notice, I will delete them all.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૨૯, ૩૧ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર

હિંગ ફેરફાર કરો

આ લેખમાં વનસ્પતિ શાસ્ત્રને લાગતા શબ્દો લખવા વિનંતિ.--sushant (talk) ૦૭:૧૭, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

બધિરતા ફેરફાર કરો

માફ કરજો ધવલભાઇ મારી બેદરકારીને લિધે લેખ મારા ધ્યાન બહાર રહી ગયેલો. લેખનું ભાષાંન્તર પૂર્ણ થયેલ છે. આપ નજર નાખી જશો? સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૦:૦૪, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

આભાર મહર્ષિભાઈ!--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૧, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

હિંગ અને લવિંગ ફેરફાર કરો

હિંગ અને લવિંગ આ બે લેખમાં અમુક અંગ્રેજીના શબ્દોનો અનુવાદ મને ફાવ્યું નથી. તે કરી આપવા વિનંતિ. --sushant (talk) ૧૯:૦૬, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

વિકિડેટા પર મદદ ફેરફાર કરો

[૨] ધવલભાઈ, આ કડી પર કેટલાંક કોષ્ટકો આપેલ છે જે વિકિડેટા પર જીવવિજ્ઞાનને લગતા લેખોમાં કામ કરતા પ્રકલ્પના ગુણધર્મો અને કેટલાક લેખોની યાદી ધરાવે છે. આ તમામ ગુણધર્મોમાંથી કેટલાકનું ગુજરાતી ભાષાંતર થયેલું છે જે આડેધડ અને સમજણ વગરનું છે (મને ખબર છે કારણ કે મેં જ કરેલ છે). તો તેને તેના અંગ્રેજી શબ્દ પરથી યોગ્ય ગુજરાતી શબ્દ મૂકી દેશો. એક પછી એક કડી ખોલી અને તેમાં ગુજરાતી લેબલ મૂકવા માટે જગ્યા હશે. બાકી ભાષાંતર સિવાયના કોઈ પ્રશ્ન માટે મારો સંપર્ક કરી શકો છો. આપને સમય મળ્યે આ કામ કરશો ઉતાવળ નથી. પરંતુ તમે આ બાબતમાં જાણકાર છો એટલે મેં તમારો સંપર્ક કરેલ છે.--Vyom25 (talk) ૧૮:૧૫, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

આ લેખમાં શાસ્ત્રીય નામો જોઈ જશો.--sushant (talk) ૧૬:૩૭, ૨ ઓકટોબર ૨૦૧૩ (IST)

એલચો, કોકમ અને શાહજીરુંમાં શાસ્ત્રીય નામો અને અમુક અંગ્રેજી વાક્યો જોઈ જશો.--sushant (talk) ૧૧:૩૯, ૫ ઓકટોબર ૨૦૧૩ (IST)
અન્ય એક કામ વધારું - કદંબ, સીસમ, બાવળ --sushant (talk) ૧૯:૩૫, ૧૮ ઓકટોબર ૨૦૧૩ (IST)

વિનંતી...સલાહ આપો ! ફેરફાર કરો

કૃપયા ઢાંચાની ચર્ચા:ગુજરાતનાં અભયારણ્યો જૂઓ. સાથે જરા ચર્ચા:આંબલી (તા. દસ્ક્રોઇ)‎ પર પણ માર્ગદર્શન આપો. તાલુકાનાં ઢાંચાઓની ગોઠવણ વિશે મેં સભ્યની ચર્ચા:મહાથી પર વાત કરેલી છે, આપનો અભીપ્રાય પણ જરૂરી. (હજુ આપને લાયક કામ ઘણું છે, પણ અત્યારે આટલું જ !!!) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૪૬, ૧૫ ઓકટોબર ૨૦૧૩ (IST)

લ્યો, ત્રણે જગ્યાએ ટાપશી પૂરાવી દીધી છે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૪, ૧૬ ઓકટોબર ૨૦૧૩ (IST)

બોટ વિનંતી (ના > નાં) ફેરફાર કરો

કૃપયા "ગુજરાતના અભયારણ્યો" ની જગ્યાએ "ગુજરાતનાં અભયારણ્યો" કરશોજી. ઢાંચાનું નામ બદલ્યું છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૨૫, ૧૭ ઓકટોબર ૨૦૧૩ (IST)

  કરું છું.... અશોકભાઈ, કાંઈક તકલીફ છે, જેને કારણે બે-બે અનુસ્વાર ઉમેરાય છે, હું તોડ શોધવામાં છું, મળ્યે આ કામ કરી દઈશ. ભૂલી નથી ગયો.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૯, ૨૫ ઓકટોબર ૨૦૧૩ (IST)

વનવૃક્ષો આ પુસ્તક્માં રૂખડો એવું એક વૃક્ષ છે. એ કયું વૃક્ષ ? તેનું નામ આપશો તો હું ભાસાંતર માટે ઉપાડીશ. જવાબ મારી ચર્ચાને પાને આપવા વિનંતી. --sushant (talk) ૨૧:૧૨, ૨૧ ઓકટોબર ૨૦૧૩ (IST)

રૂખડો એટલે Adansonia digitata.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૭, ૨૫ ઓકટોબર ૨૦૧૩ (IST)

વનવૃક્ષોમાં સરુ ને સીધો ઉંચો ઊગતો (કદાચ આસોપાલવ જેવા પાન ધરાવતો) વૃક્ષ બતાવ્યો છે. પણ ગુજરાતી લેક્સિકોન સરુ નો અર્થ cypress tree; casuarina. એમ આપે છે.આ બંનેના ચિત્રો જોયાં કોઈ સીધો ઊગતો દેખાતો નથી. કશીક ગડબડ છે. મદદ કરશો. --sushant (talk) ૨૧:૫૫, ૨૩ ઓકટોબર ૨૦૧૩ (IST)

સુશાંતભાઈ, સરુ એટલે Casuarina equisetifolia. ગુગલ સર્ચના આ રિઝલ્ટ્સ જુઓ, ઘણા ફોટા છે જેમાં સીધું ઉગેલું (ઓછું ફેલાયેલું) ઝાડ જોવા મળશે. વનવૃક્ષોમાં મને તો ક્યાંય "આસોપાલવ જેવા પાન ધરાવતો" એવો ઉલ્લેખ જોવા મળતો નથી. હા ઝાડ મોટેભાગે ઊંચું વધેલું જોવા મળે છે, પણ તેની શાખાઓ પણ હોય છે. અહિં ગુજરાતી લેક્સિકન પણ ગરબડ કરે છે, કેમકે સરુ અને Cypress tree એ બે વચ્ચે આસમાન-જમીનનો ફરક છે. Cypress tree એકદળી વનસ્પતી છે જ્યારે સરુ (Casuarina) દ્વિદળી છે. Cypress એટલે આપણે સામાન્ય રીતે જેને વિદ્યાનું ઝાડ કહીએ છીએ તે, મોરપંખ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૨, ૨૫ ઓકટોબર ૨૦૧૩ (IST)
ઓકે સમજ્યો. ઉપર તો સરુની ચર્ચા થઈ. તો પેલું કયું ઝાડ જે બાગની કિનારે રોપાતા હોય છે. તે સીધા ઉંચા હોય છે. શાખાઓ લગભગ તો ન હોય. તેના પાન લાંબા કેરી અને આસોપાલવ જેવા લાગે. બે બિલ્ડિંગો વચ્ચે ઓછી જગ્યા હોય ત્યાં આવા સીધા ઉંચા ઉગતા વૃક્ષો હોય છે. --sushant (talk) ૨૦:૦૩, ૨૫ ઓકટોબર ૨૦૧૩ (IST)
આસોપાલવ જેવા પાન અને ઊંચું સીધું ઉગતું ઝાડ? એ તો આસોપાલવ જ. તમે નીચેની છબીઓમાં છે એ ઝાડની વાત કરો છો? આ બધા જ આસોપાલવ જ છે. આસોપાલવ ઊભો અને આડો એમ બન્ને રીતે વિસ્તરતો હોય. આ ન હોય તો જરા વધુ વર્ણન આપો તો કદાચ યાદ આવે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૪, ૨૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
ઓકે આતો એ આસોપાલવ જ છે. આભાર ધવલભાઈ. :)--sushant (talk) ૧૪:૪૯, ૨૭ ઓકટોબર ૨૦૧૩ (IST)

દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (જામનગર) ફેરફાર કરો

ચર્ચા:દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (જામનગર) પર એક નજર ફેરવવા વિનંતિ. એ પછી ઢાંચાના ફેરફારે જો યોગ્ય લાગે તો (જે રદ કરવામાં આવ્યા છે) તેને પુર્વવત કરવા વિનંતિ --મકનભાઇ હાથી ૦૮:૦૬, ૨૫ ઓકટોબર ૨૦૧૩ (IST)

સહમત. અને ઢાંચાના ફેરફાર તો પાછા ફેરવવા યોગ્ય ન હતા, કેમકે તેમાં આપણે ફક્ત અભયારણ્યની જ વાત કરતા હતા, એટલે હવે {{ગુજરાતનાં અભયારણ્યો}}, {{ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો}} અને {{ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો}} એ ત્રણેયમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની કડી ઉમેરી છે. ત્રણે પર એક વખત નજર નાખી જોશો.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૩, ૨૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
ખુબ ખુબ આભાર સાહેબ.--મકનભાઇ હાથી ૧૪:૪૫, ૨૭ ઓકટોબર ૨૦૧૩ (IST)

આ લેખમાં ઢાંચો પોષકતત્ત્વો એ ડાબી બાજુએ દેખાય છે. તેને જમણી બાજુએ લઈ જઈ ખાલી પડેલી જગ્યામાં લેખની મેટર કેમ કરી મુકી શકાશે? મદદ કરશો. --sushant (talk) ૧૪:૪૭, ૨૭ ઓકટોબર ૨૦૧૩ (IST)

મને પાલખ કે પાલક એ નામે કોઈ લેખ મળ્યો નહિ.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૪૯, ૨૮ ઓકટોબર ૨૦૧૩ (IST)

જાહેર આમંત્રણ ફેરફાર કરો

પ્રબંધક શ્રી, જોઇ જવા આમંત્રણ છે.--વિહંગ ૧૯:૫૩, ૨૯ ઓકટોબર ૨૦૧૩ (IST)

અળવી ફેરફાર કરો

ધવલભાઈ અળવી શબ્દ માટૅ ગુજરતી લેક્સિકોન Arum indicum શબ્દ આપે છે. અને અંગ્રેજી વિકિ Arum indicumને Alocasia macrorrhizos પર રીડાયરેક્ટ કરે છે, તે શું Arum indicum અને Alocasia macrorrhizos એક જ ? જો કે આ સિવાય અંગ્રેજી વિકિ પર મને એક અન્ય લેખ મળ્યો Taro કરીને? તો ગુજરાતીમાં ભાષાંતર માટે કયો લેખ લેવો Taro કે પછી Alocasia macrorrhizos ? --sushant (talk) ૨૨:૨૨, ૩ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

સુશાંતભાઈ, અળવી એટલે Alocasia macrorrhizos નહિ પણ Colocasia esculenta. મોડો ઉત્તર પાઠવવા બદલ ક્ષમાપ્રાર્થી છું.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૦૧, ૬ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

અરજી ફેરફાર કરો

સભ્ય:Keyurkorat નામના અસભ્ય સભ્યએ દિવાળીની રજાઓનો ગેરલાભ લઈ અને વિકિની **** કરી છે. તે તમે તેના યોગદાન પરથી જોઈ શકશો. યોગ્ય પગલાં ઉઠાવવાં. (મારી અસભ્યતા બદલ માફી ચાહું છું પણ આવા લોકો માટે જો માચો લેખ હોત તો કડી આપત. ટિપ્પણી યોગ્ય ન લાગે તો બેધડક દૂર કરવી. હું વિરોધ નહિ સમર્થન કરીશ)--Vyom25 (talk) ૧૭:૪૨, ૫ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

તમારી લાગણી સમજી શકું છું અને માટે જ તમે વાપરેલી આ ભાષા સામે જરાય વિરોધ નથી, ઉલટાનો હું તો એમાં સૂર પૂરાવું છું. મેં એ સભ્યને ચેતવણી આપી છે.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૫૭, ૬ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

વ્યવસાયની જાહેરાત... ફેરફાર કરો

શ્રી.ધવલભાઈ, સભ્યની ચર્ચા:Sakhiwater પર મેં ખુલાશો માંગ્યો છે. સભ્યએ વ્યવસાયીક નામે સભ્યનામ અને પાનું તથા જાહેરાત લખી છે. (જે લખાણ હાલ હટાવાયું, આપ ઉલટાવીને જોઈ જશો.) આપનું માર્ગદર્શન જરૂરી છે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૫૫, ૮ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

સહમત છું અશોકભાઈ. આ સભ્ય પાછા ફરે તો જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૪, ૧૧ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

સ્વાગત અને સમયોચિત સ્વાગત માટે આપનો અભિપ્રાય જણાવવા વિનંતિ ફેરફાર કરો

ઢાંચો:સ્વાગત અને ઢાંચો:સમયોચિત સ્વાગત માટે આપનો નિખાલસ અભિપ્રાય જણાવવા વિનંતિ. આપની અગાઉથી મંજુરી લીધા વગર ફેરફાર કર્યા છે તો માફ કરશો.----વિહંગ (talk) ૨૩:૫૫, ૧૧ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

સરસ, ખૂબ સરસ. આવા બધા કામોમાં મંજૂરી લેવાની જ ન હોય... સમયોચિતસ્વાગતમાં હું પણ મારા ડહાપણનો કડછો હલાવી આવ્યો છું.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૩૬, ૧૨ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

ત્રાસવાદી ફરી ત્રાટક્યા છે. બચાવો. ફેરફાર કરો

વ્યોમભાઇ વ્યોમ જડપે હુમલો ખાળી રહ્યા છે. આ બીજો હુમલો હોવાથી આપની કે સમ્રાટની જરૂર છે. પ્રતિબંધ મુકો જલદી.----વિહંગ (talk) ૨૦:૦૩, ૧૪ નવેમ્બર ૨૦૧૩ (IST)

વિકિપીડિયા:સભ્યનામ નીતિ ફેરફાર કરો

ધવલભાઈ, કૃપયા વિકિપીડિયા:સભ્યનામ નીતિ નામે બનાવેલી માર્ગદર્શિકા જોઈ જશો. જો કે હજુ કાર્ય ચાલુ છે, પણ જરૂરી સુધારાઓ કરશો. મૂળ અંગ્રેજી સાથે અને આપણી નીતિઓ સાથે વિસંગત જણાય ત્યાં સૂચન આપશો. હાલ વૈશ્વિક નીતિ સંગત લખાણ કરૂં છું, ગુજરાતી માટે જરૂરી વધારા-ઘટાડા વિચારશોજી. આ લેખ આપોઆપ નવું ખાતુ બનાવનારને નજરે ચઢે એવી કાર્યવાહી કરવા વિશે પણ વિચારીએ. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૦૬, ૧૯ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

ભાઈ મને તો એકદમ સચોટ લાગી, જો કે ડહાપન ડહોળવા બે-ચાર નાનાં-નાનાં ફેરફારો કર્યા છે. ખૂબ લાંબા સમયથી જરૂરી એવું આ પાનું તમે બનાવ્યું છે. આભાર!--ધવલચર્ચા/યોગદાન ૦૧:૩૨, ૨૦ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
હું શું કામ બાકી રહુ? (ડહાપણ ડહોળવામાં). આ લેખ આપોઆપ નવું ખાતુ બનાવનારને નજરે એમ જ છે. નવું ખાતું ખોલીએ ત્યારે જે પાનું આવે છે તેના પર (help me choose) કડી પહેલેથી છે જ. જે ક્લીક કરતા આ પાનું ખુલે છે. ફક્ત હેલ્પ મી ચુઝ નું ગુજરાતી - જો મુકવું જરૂરી લાગે તો - મુકી શકાય. --લિ., વિહંગ વ્યાસંગી ૧૨:૫૩, ૨૦ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
માહિતી બદલ આભાર વિહંગજી, એ ભાષાંતર કરીશું.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૧૩, ૨૦ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

વિકિપરિયોજના અક્ષાંશ રેખાંશ સુધારણા ફેરફાર કરો

મારા પરમ મિત્રશ્રી ધવલભાઇ, વિકિપરિયોજના અક્ષાંશ રેખાંશ સુધારણા પર આપને થોડા સમય પહેલાથી ગારીયાધાર તાલુકો સમર્પિત છે. હા પણ એમા એક તકલીફ એ છે કે ગામના લેખ હજુ બનેલા નથી. એટલે આપ જો ચાહો તો મારો તાલુકો વિરમગામ જે મારા સમય ના અભાવે અપુર્ણ પડ્યો છે (કેમકે અમદાવાદમાં વિરમગામમાં ૧૬ ગામ નું અરેસુ કર્યા પછી સમયના અભાવે હું આગળ વધી શક્યો નથી) તે આપ લઇ શકો છો. મારી આપને વિનંતિ છે કે જો આપ વિરમગામનું કાર્ય સમાપ્ત કરી શકો તો એક આખો અમદાવાદ જિલ્લો પુર્ણ થતા સહુ કાર્યકર્તા મિત્રો કોઇ એક જિલ્લો સંપુર્ણ રીતે પુરો થયો એવો આનંદ ઉઠાવી શકે. ઉપરાંત આપના માટે અમરેલી જિલ્લાનો અમરેલી તાલુકો પણ આરક્ષીત છે. આપ આપની અનુકુળતા મુજબ કાર્ય કરી શકો છો. આભાર --લિ., વિહંગ વ્યાસંગી ૧૧:૩૦, ૨૧ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

ચોક્કસ સાહેબ, વિરમગામ તાલુકામાં આજે જ પહોંચી જઈશ અને ત્યાંના બધા ગામોની મુલાકાત લઈ લીધા પછી અમરેલી તાલુકા તરફ પ્રયાણ કરીશ.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૪૫, ૨૧ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

Script error ?? ફેરફાર કરો

ધવલભાઈ, કંઈક ગોટો થયો છે ! મેં ઢાંચો "સુધારો"ને સુધારવા માટે ‘પાના આયાત કરો’ વાપરી અંગ્રેજી પરથી એ સમાન ઢાંચો આયાત કર્યો ત્યારથી ઘણાં ઢાંચાઓમાં Script error આવી જાય છે. માગ્યા પ્રમાણે ચાર-પાંચ મોડ્યુલ આયાત કરી/હટાવી/ફરી રાખી જોયું પણ ફરક પડતો નથી. તો.......ગજેન્દ્રમોક્ષની કથા યાદ અપાવું કે આપોઆપ જ સુદર્શનધારી બની સહાયે પધારશો !! કૃપયા ચકાસીને યોગ્ય કાર્યવાહી કરશોજી. તકલીફ બદલ ક્ષમા. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૨૦, ૨૧ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

અશોકભાઈ, લાગે છે કે સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે, કેમકે ગઈકાલથી મારું આ ચર્ચાનું પાનું પણ Script Error બતાવતું હતું. આજે મેં કરેલા અખતરાઓ પછી હવે નથી બતાવતું. તમારા આયાત કરેલા ઢાંચાઓમાં Module:HtmlBuilder અને Module:Namespace detect‎ પણ વણાયેલા હતા પણ તે અપડેટ ન થયા એને કારણે આ ત્રુટિ સંભવી હોય તેમ લાગે છે. મેં આ બન્ને મોડ્યુલ્સ (ઢાંચાઓ) અપડેટ કર્યા એટલે Script Error જતી રહી છે. {{0}}, {{Bad}}, વગેરે જેવા ઢાંચાઓમાં એ ત્રુટિ દેખાતી હતી જે હવે નથી દેખાતી. જો કે શ્રેણી:Pages with script errorsમાં હજુ ૨૪૭૬ પાનાં બતાવે છે, જે કદાચ ક્ષતિ છે કેમકે તેમાંના એકેય પાનામાં હવે એ Script Error નથી દેખાતી. કદાચ એ શ્રેણી ધીમે-ધીમે અપડેટ થતી હોય તેમ બને કેમકે થોડા સમય પહેલા ૨૬૦૦+ પાનાં હતાં, શક્ય છે કે કાલે સવાર સુધીમાં એ શ્રેણીમાં એકેય પાનું ન હોય. ધ્યાન રાખતો રહીશ અને તમે પણ નજર રાખજો, જો કોઈ પાનું હાથ લાગે તો બતાવજો.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૨, ૨૨ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
ધન્યવાદ, ધવલભાઈ. લાગે છે બધું ઠીક થઈ ગયું જ છે. ઉપરોક્ત શ્રેણી હવે ૧૦૨ પાનાં દર્શાવે છે, જે પણ ધીમે ધીમે શ્રેણી બહાર નીકળશે. ફરીથી, આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૪૬, ૨૨ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

Search results from Wikidata ફેરફાર કરો

Hello, can you help to get this done? Regards, Nemo bis (talk) ૨૦:૨૯, ૩ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

Yes, I read about it the other day on one of the mailing lists. Will definitely do.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૪૦, ૪ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
I use it on English wiki and it is worth a shot....--Vyom25 (talk) ૧૭:૦૬, ૪ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

ત્રણ મુખ્ય નીતિ વિષયક લેખ... ફેરફાર કરો

પ્રભુ ! તમે ખોવાઈ જાવ એ ન ચાલે (સિવાય કે કોઈ "યોગ્ય" બાબતમાં "ખોવાયા" હો !!). ઢાંચો:સ્વાગત દ્વારા હાલ કામ ચાલુ એવા ત્રણ નીતિ વિષયક લેખો જોવા મળશે. એકમાં તો આપે ભુલશુદ્ધિ કરી જ હતી, અન્ય બે માં પણ કંઈ આડું (ઊભું, ત્રાંસુ, વાંકુ વ. વ.) વેતરાતું નથીને તે જોઈ જશો. આપનું એપ્રૂવલ મળ્યે આગળ કામ ચાલુ રાખું. અન્ય સેવા જણાવશો. અહીં દેશમાં તો ઠંડી વધવા માંડી છે, ત્યાં તમારે કેમનું હોય ? --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૫૬, ૧૬ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

ભાઈ તમે સુકાન સંભાળ્યું છે એટલે તો આટલો નિશ્ચિંત થઈને ખોવાઈ શકું છું. અહિં પણ ઠંડી વધવા માંડી છે, પણ છેલ્લા થોડા દીવસથી વરસાદ આવે છે એટલે જરા ઠંડી ઓછી છે. આમ તો આ વખતનું નાતાલ "વ્હાઇટ ક્રિસમસ" એટલે કે બરફાચ્છાદિત રહે તેવું લાગતું હતું, પણ અત્યારનું વાતાવરણ જોતા "વેટ ક્રિસમસ" રહે તેવી પૂરેપૂરી વકી છે. હવે મૂળ વાત પર આવું તો, તમે જે કરો તે યોગ્ય જ હોય પ્રભુ! મારી એપ્રૂવલની ક્યાં રાહ જોવાની જરૂર છે? તમ તમારે કરતા જાવ.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૪૩, ૧૭ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
ધન્યવાદ ! (ચડ જા બેટા શૂળી પર !!! એવું તો નથી ને :-) ) મજાક કરૂં છું. હેપ્પી વેટ ક્રિસમસ. બીજું, સભ્ય:Maus-78 દ્વારા તેનાં સભ્ય પાના પર વિકિનાં મુખ્યપાનાની કોપી કરી મુકાયેલી છે, યોગ્ય કે અયોગ્ય ? સૂચન આપી યોગ્ય કરશોજી. આભાર. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૧૫, ૧૭ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
આમ તો કશું વાંધાજનક નથી, પણ વિકિનું મુખપૃષ્ઠ વ્યક્તિ પોતાના વિષે તરીકે વાપરે ત્યારે સર્ચએન્જિનના રિઝલ્ટ્સ ત્યાં લઈ જાય અને એ કાર્ય કે આખું વિકિપીડિયા એ સભ્યનું હોવાનો ભાસ થાય, તે રૂએ મારા મતે તે અયોગ્ય ગણાય. આપણે રિવર્ટ કરીને સભ્યને ચેતવણી આપીશું?--ધવલચર્ચા/યોગદાન ૧૯:૨૧, ૧૭ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
સહમત, એ કામ તમારે હવાલે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૪૬, ૧૭ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
  કામ થઈ ગયું જો કે આ તો "આ બેલ મુઝે માર" જેવું હતું :-).--ધવલચર્ચા/યોગદાન ૦૧:૨૪, ૧૮ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

માંગરોલ - માંગરોળ ફેરફાર કરો

કૃપયા ચર્ચા:માંગરોલ, જૂનાગઢ જિલ્લો જુઓ. ત્યાં આપના માર્ગદર્શનની જરૂર છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૪૦, ૨૫ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

Return to the user page of "Dsvyas/Archive 7".