પંખીજગત (પુસ્તક)
પંખીજગત એ ગુજરાતમાં જોવા મળતા પક્ષીઓની ખાસીયતો વિષેની રેખાચિત્રો સહિતની માહિતિ આપતું પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈનું ગુજરાતી ભાષાનું પુસ્તક છે, જે પક્ષીવિદો અને અભ્યાસુઓમાં સંદર્ભગ્રંથ તરીકે કામમાં લેવાય છે.
લેખક | પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ |
---|---|
પૃષ્ઠ કલાકાર | ડી. દળવી |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
વિષય | ગુજરાતના પંખીઓ |
પ્રકાર | સંદર્ભગ્રંથ |
પ્રકાશક | મધૂરીકાબેન પ્રદ્યુમ્ન દેસાઈ, પ્રકાશ સાહિત્ય ભંડાર. |
પ્રકાશન તારીખ | માર્ચ ૧૯૮૨ |
પાનાં | ૨૮૪ |
પુસ્તકના મુખપૃષ્ઠ પર નર અને માદા દૂધરાજ (અંગ્રેજી: Paradise Flycatcher)ની જોડીનું રંગીન રેખાચિત્ર છે.[૧]
પ્રકાશન
ફેરફાર કરોઆ પુસ્તકના પ્રકાશક મધૂરીકાબેન પ્રદ્યુમ્ન દેસાઈએ પુસ્તકની પ્રથમ આવૃત્તિ માર્ચ ૧૯૮૨માં ૱ ૬૦ની કિંમતે ૭૫૦ નકલો સાથે બહાર પાડી હતી.[૧] આ પુસ્તકના પ્રકાશન માટે ગુજરાત સરકારે ૱ ૨૫૦૦ની આર્થિક સહાય કરી હતી.[૧] પુસ્તકનું આવરણ ડી. દળવી એ તૈયાર કર્યું હતું અને આવરણનું પ્રીંટીંગ દળવી પ્રીંટરી, રાયપુર દરવાજા, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું.[૧] છાપકામ માટેના બ્લોક્સ જગદીશ પ્રોસેસ સ્ટુડીઓ, અમદાવાદ ખાતે તૈયાર કરાવવામાં આવ્યા હતા.[૧] પુસ્તકના મુદ્રક રાકેશ કે દેસાઇ, ચંદ્રીકા પ્રીંટરી, મીરઝાપુર રોડ અમદાવાદ હતા.[૧] પુસ્તકના મુખ્ય વિક્રેતા પ્રકાશ સાહિત્ય ભંડાર, મણીનગર, અમદાવાદ હતા.[૧]
યાદી
ફેરફાર કરોપુસ્તકમાં ગુજરાતમાં જોવા મળતા ૪૩૧ પક્ષીઓની માહિતી આપેલી છે.
- કાગડા કુટુંબ
- ૧. કાગડો
- ૨. ગિરનારી અથવા જંગલી કાગડો
- ૩. મહાકાગ
- ૪. ખખેડો (ખેરખટ્ટો)
- ૫. થડચડ રાખોડી
- ૬. થડચડ કથ્થાઈપેટ
- ૭. ઝાડચડ મખમલી
- ૮. રામચકલી
- ૯. રામચકલી કાબરી
- ૧૦. રામચકલી પીળી ચોટલીવાળી
- લલેડા કુટુંબ
- ૧૧. લલેડું વાપી
- ૧૨. લલેડું કરમદીનું
- ૧૩. લલેડું ભારતીય પીળી આંખવાળું
- ૧૪. લલેડું શેરડી
- ૧૫. લલેડું સામાન્ય રાખોડી
- ૧૬. લલેડું વન
- ૧૭. લલેડું સીટીમાર
- શૌબિન્ગા કુટુંબ
- ૧૮. શૌબિન્ગા
- ૧૯. શૌબિન્ગા મધ્ય ભારતીય
- ૨૦. શૌબિન્ગા માર્શલનો
- હરેવા કુટુંબ
- ૨૧. હરેવો જોર્ડનનો
- ૨૨. હરેવો
- બુલબુલ કુટુંબ
- ૨૩. બુલબુલ
- ૨૪. બુલબુલ કનરા
- ૨૫. બુલબુલ સિપાહી
- ૨૬. બુલબુલ સફેદ નેના
- થ્રશ કુટુંબ
- ૨૭. નિલકંઠી
- ૨૮. રાખોડી પીઠ
- ૨૯. થરથરો કાશ્મીરી
- ૩૦. દૈયડ
- ૩૧. દેવચકલી
- ૩૨. શામો ભારતીય
- ૩૩. કસ્તુરી
- ૩૪. મલાગીર કસ્તુરો
- ૩૫. પાન્ડુ શામા
- ૩૬. ભૂરા માથાના કસ્તુરો
- ૩૭. પીદ્દો પીળો
- ૩૮. પીદ્દો રણ
- ૩૯. પીદ્દો લાલપુચ્છ
- ૪૦. પીદ્દો કાબરો
- ૪૧. પીદ્દો સ્ટોલીકઝાનો
- ૪૨. પીદ્દો શામો
- ૪૩. પીદ્દો મેંદીયો
- ૪૪. પીદ્દો સ્ટ્રીકલેન્ડનો
- ૪૫. પીદ્દો પથરાળ કાળો
- ૪૬. ઈન્દ્રરાજ
- માખીમાર કુટુંબ
- ૪૭. દુધરાજ અથવા તરવારિયો
- ૪૮. માખીમાર ભૂરો
- ૪૯. માખીમાર ચટકી
- ૫૦. અધરંગ
- ૫૧. માખીમાર ખાખી
- ૫૨. માખીમાર રાખોડી પીળો
- ૫૩. નાચણ
- ૫૪. માખીમાર ભારતીય રાતો
- ૫૫. માખીમાર લાલપુચ્છ
- ૫૬. માખીમાર પીરોજી
- ૫૭. પહાડી પંખો
- લટૂષક કુટુંબ
- ૫૮. લટોરો દુધીયો અથવા રૂપારેલ
- ૫૯. લટોરો પચનક
- ૬૦. લટોરો કાઠિયાવાડી
- ૬૧. લટોરો પરદેશી
- ૬૨. લટોરો રેતિયો
- ૬૩. લટોરો કાળી પીઠનો
- ૬૪. લટોરો રાખોડી અબાબીલ
- ૬૫. લટોરો કાંટનો
- કસ્યા અને રાજાલાલ કુટુંબ
- ૬૬. કસ્યો મોટો
- ૬૭. કસ્યો કાળા માથાનો
- ૬૮. રાજાલાલ ધર્મકુમારસિહજીનો
- ૬૯. રાજાલાલ કાબરો
- ૭૦. રાજાલાલ કેશરિયો
- ૭૧. રાજાલાલ નાની ચાંચવાળો
- પીલક અને કોસીટ કુટુંબ
- ૭૨. પીલક
- ૭૩. પીલક કાળા માથાનો
- ૭૪. કોસીટ કાળો
- ૭૫. કોસીટ રાખોડી
- ૭૬. કોસીટ સફેદ પેટનો
- ૭૭. ભીમરાજ
- ફુત્કી કુટુંબ
- ૭૮. ફુત્કી રામ
- ૭૯. ફુત્કી સીતા
- ૮૦. શ્વેતકંઠ ભારતીય નાનો
- ૮૧. શ્વેતકંઠ મોટો
- ૮૨. શ્વેતકંઠ ભારતીય
- ૮૩. ટીકટીકી શ્વેતનયના પાન
- ૮૪. ટીકટીકી બ્લાઈધની પાન
- ૮૫. ટીકટીકી કમોદનો
- ૮૬. ટીકટીકી પાન
- ૮૭. કીટકીટ જળ
- ૮૮. કીટકીટ સાદો
- ૮૯. કીટકીટ લીલાશવાળો
- ૯૦. ફુત્કી રણ
- ૯૧. ફુત્કી કાંટાવાળી ખડ
- ૯૨. કીટકીટ લીલો
- ૯૩. દરજીડો અથવા ટાશકો
- ૯૪. ફુત્કી કાઠિયાવાડી
- ૯૫. ફુત્કી લાલ ભાલ
- ૯૬. ફુત્કી વીડ
- ૯૭. ફુત્કી કાળી પાન
- ૯૮. ફુત્કી કાંટની
- ૯૯. ફુત્કી દેશી
- ૧૦૦. ફુત્કી ધાસ
- મેના અને કાબર કુટુંબ
- ૧૦૧. મેના પવાઈ
- ૧૦૨. મેના બબ્બાઈ અથવા બ્રાહ્મણી
- ૧૦૩. વૈયું
- ૧૦૪. વૈયું તેલીયું
- ૧૦૫. કાબર
- ૧૦૬. કાબર શિરાજી
- ૧૦૭. કાબર વન
- દાણા ચણતા પંખીઓનું કુટુંબ
- ૧૦૮. ગન્ડમ પથરાળ
- ૧૦૯. ગન્ડમ કાળા માથાનો
- ૧૧૦. ગન્ડમ લાલ માથાનો
- ૧૧૧. ગન્ડમ લહેરીઓ
- ૧૧૨. ચકલી મોર
- ૧૧૩. ચકલી ગુલાબી
- ૧૧૪. ચકલી પહેલવાન
- ૧૧૫. ચકલી (માદા) અને ચકલો(નર)
- સુઘરી અને મુનિયા કુટુંબ
- ૧૧૬. સુઘરી અથવા બૈયું
- ૧૧૬. સુઘરી કાળા ગળાની
- ૧૧૭. સુઘરી લીટી વાળી
- ૧૧૮. મુનિયા અથવા પિદ્દી
- ૧૧૯. શીંગબાજ
- ૧૨૦. મુનિયા લાલ અથવા સુરખ
- ૧૨૧. મુનિયા લીલી
- દીવાળીઘોડા કુટુંબ
- ૧૨૨. પીલકીયો ભૂરા માથાનો
- ૧૨૩. પીલકીયો પીળા માથાનો
- ૧૨૪. પીલકીયો કાળા માથાનો
- ૧૨૫. પીલકીયો રાખોડી માથાનો
- ૧૨૬. પીલકીયો વન
- ૧૨૭. ખંજન
- ૧૨૮. દીવાળીઘોડો
- ધાનચીડી કુટુંબ
- ૧૨૯. ધાનચીડી
- ૧૩૦. ધાનચીડી લીલાશવાળી
- ૧૩૧. ધાનચીડી પથરાળ
- ૧૩૨. ધાનચીડી હોગસન્સની
- ૧૩૩. ધાનચીડી દેશી
- ૧૩૪. ધાનચીડી પીળાશવાળી
- ચંડુલ કુટુંબ
- ૧૩૫. ચંડુલ રણ
- ૧૩૬. પુલક
- ૧૩૭. ચંડુલ ભાવનગરનો રેતાળ
- ૧૩૮. ચંડુલ ધાધસ
- ૧૩૯. ચંડુલ
- ૧૪૦. અગન જળ
- ૧૪૧. અગન
- ૧૪૨. અગન કાઠીયાવાડી અગીયા
- ૧૪૩. ભોંચકલી
- ૧૪૪. ખેતરીયો
- આપણા રંગદાર પંખીઓ
- ૧૪૫. થડરંગો
- ૧૪૬. નવરંગ
- ફૂલનું મધુ-ચૂસતા પંખીઓ
- ૧૪૭. ફૂલસુંઘણી
- ૧૪૮. ફૂલસુંઘણી પીળી ચાંચવાળી
- ૧૪૯. શક્કરખોરો
- ૧૫૦. શક્કરખોરો પચરંગી
- ૧૫૧. શક્કરખોરો ફૂલરાજ
- ૧૫૨. શ્વેતનયના
- ૧૫૩. ચિલોત્રો
- ૧૫૮. ટુકટુક લીલો
- ૧૫૯. ટુકટુક અથવા કંસારો
- ૧૬૦. લાજના
- લક્કડખોદ કુટુંબ
- ૧૬૧. લક્કડખોદ કાબરો
- ૧૬૨. લક્કડખોદ સોનેરી
- ૧૬૩. લક્કડખોદ ભારતિય નાનો
- ૧૬૪. લક્કડખોદ કીડીઘર
- ૧૬૫. લક્કડખોદ લીલો
- ૧૬૬. લક્કડખોદ મોટો કાળો
- ૧૬૭. લક્કડખોદ શ્યામદિલ
- ૧૬૮. લક્કડખોદ કેશરી પીઠનો સોનેરી
- ૧૬૯. લક્કડખોદ કાળી પીઠનો
- પોપટ કુટુંબ
- ૧૭૦. પોપટ અથવા સુડો
- ૧૭૧. પોપટ તુઈ
- ૧૭૨. પોપટ શુલપાણનો
- કોયલ કુટુંબ
- ખરી કોયલ (જાતે માળા નથી બનાવતી)
- ૧૭૩. કોયલ
- ૧૭૪. કોયલ પટ્ટાવાળી રાતી
- ૧૭૫. કોયલ નાની રાખોડી
- ૧૭૬. ચાતક અથવા મોતિડો
- ૧૭૭. બપૈયો
- ૧૭૮. કુહુકંઠ પરદેશી
- ખોટી કોયલો (જાતે માળા બનાવે છે)
- ૧૭૯. હોકો અથવા કુંભારીયો કાગડો
- ૧૮૦. માલકોહા અથવા સીરકીર અથવા ખાખી ઘોયરો
- ૧૮૧. માલકોહા લીલો
- ખરી કોયલ (જાતે માળા નથી બનાવતી)
- અબાબીલ કુટુંબ
- ૧૫૪. અબાબીલ પહાડી
- ૧૫૫. અબાબીલ
- ૧૫૬. અબાબીલ તાડી
- ૧૫૭. અબાબીલ ચોટલીયો
- ૧૮૨. અબાબીલ પરદેશી રેતાળ
- ૧૮૩. અબાબીલ પરદેશી ભેખડ
- ૧૮૪. અબાબીલ ભેખડ
- ૧૮૫. અબાબીલ દેરાસરી
- ૧૮૬. અબાબીલ લેસરા
- ૧૮૭. અબાબીલ કરાડ
- ૧૮૮. અબાબીલ કૈચી
- નીલકંઠ અને કલકલીયા કુટુંબ
- ૧૮૯. નીલકંઠ કાશ્મીરી
- ૧૯૦. નીલકંઠ દેશી
- ૧૯૧. કલકલીયો કાબરો
- ૧૯૨. કલકલીયો લગોઠી
- ૧૯૩. કલકલીયો
- ૧૯૪. કલકલીયો ઢોંક ચાંચનો
- ૧૯૫. કલકલીયો વન ખાડીનો
- અન્ય રંગદાર પક્ષીઓ
- ૧૯૬. પત્રીંગો વિલાયતી
- ૧૯૭. પત્રીંગો નાનો
- ૧૯૮. પત્રીંગો મોટો
- ૧૯૯. હુદહુદ
- છાપા - સોનિડા કુટુંબ
- ૨૦૦. છાપું પરદેશી
- ૨૦૧. છાપું વન
- ૨૦૨. છાપું રેતાળ
- ૨૦૩. છાપું ફ્રાંકલીનનું
- ૨૦૪. છાપું દેશી
- ઘુવડ કુટુંબ
- ૨૦૫. ઘુવડ માછીમાર
- ૨૦૬. ઘુવડ ગિરનારી
- ૨૦૭. ઘુવડ રેવીદેવી
- ૨૦૮. રવાયડું
- ૨૦૯. ઘુવડ
- ૨૧૦. ઘુવડ રાડીયો
- ૨૧૧. ચીબરી
- ૨૧૨. છીબરી વન
- ૨૧૩. ચુગડ લીટીવાળી
- ૨૧૪. ચુગડ ભારતીય
- ૨૧૫. ચુગડ પરદેશી
- ૨૧૬. ચુગડ દેશી
- ગીધ કુટુંબ
- ૨૧૭. ગીધ રાજ
- ૨૧૮. ગીધ ડાકું
- ૨૧૯. ગીધ બદામી
- ૨૨૦. ગીધ ભૂખરો
- ૨૨૧. ગીધ
- ૨૨૨. ગીધ સફેદ નાનું
- ૨૨૨. ગીધ સફેદ મોટું
- બાજ કુટુંબ
- શીયાચશ્મ બાજ
- પાળવામાં આવતા હોય એવા
- ૨૨૩. ભેરી (માદા - ભેરી અને નર ભેરીબચ્ચો )
- ૨૨૪. શાહિન (માદા - શાહિન અને નર શાહિન્યો)
- ૨૨૫. શાહિન રાતા માથાની
- ૨૨૬. લગડ (માદા-લગડ અને નર - જગડ)
- ૨૨૭. ચરગ (માદા - ચરગ અને નર - ચરગેલો)
- ૨૨૮. તૃમ્તિ (માદા - તૃમ્તિ અને નર - ચટવો)
- ન પળાતા હોય એવા
- ૨૪૮. ધોતી ( માદા - ધોતી અને નર - ધુતાર)
- ૨૪૯. ધોતી ભારતીય
- ૨૫૦. લર્જી
- પાળવામાં આવતા હોય એવા
- ગુલેલચશ્મ બાજ
- ૨૪૪. શકરો
- ૨૪૫. બાજ
- ૨૪૬. બાશા (માદા - બાશા અને નર - બશીન)
- ૨૪૭ બેસરો (માદા - બેસરો અને નર - ધોતી)
- શીયાચશ્મ બાજ
- ગરજ અને ગરૂડ કુટુંબ
- ૨૨૯. ગરજ સાંસા
- ૨૩૦. ગરજ પરદેશી સાંસા
- ૨૩૧.ઝુમસ શાહી
- ૨૩૨. ઝુમસ પરદેશી
- ૨૩૩. ઝુમસ દેશી
- ૨૩૪. ઝુમસ ટપકીવાળો
- ૨૩૫. ઝુમસ નાનો ટપકીવાળો
- ૨૩૬. ગરૂડ દરીયાઈ
- ૨૩૭. ગરૂડ પલાસનો મચ્છીમાર
- ૨૩૮. ગરૂડ રાખોડી-શીર મચ્છીમાર
- સમળી અને મધીયા કુટુંબ
- ૨૩૯. કપાસી
- ૨૪૦. સમળી અથવા ચીલ
- ૨૪૧. સમળી કાશ્મીરી અથવા શીયાળું
- ૨૪૨. સમળી શંકર અથવા શંકર ચીલ
- ૨૪૩. મધીયો
- મચ્છીમાર અને અન્ય શીકારી પંખીઓ
- ૨૫૧. મચ્છીમાર
- ૨૫૨. ટીસો મોસમી
- ૨૫૩. ટીસો હીમાલયનો
- ૨૫૪. ટીસો રણ
- ૨૫૫. ટીસો
- ૨૫૬. મોરબાજ
- ૨૫૭. પટાઈ
- ૨૫૮. પટાઈ પટ્ટી
- ૨૫૯. પટાઈ વિલાયતી
- ૨૬૦. પટાઈ પાન
- ૨૬૧. સાપમાર
- ૨૬૨. સાપમાર ચોટલીયો
- કબૂતર કુટુંબ
- ૨૬૩. હરીયાળ
- ૨૬૪. કબૂતર
- ૨૬૫. હોલી નિલમ
- ૨૬૬. હોલી વન
- ૨૬૭. હોલી ધોળ
- ૨૬૮. ખુમરી
- ૨૬૯. હોલી લોટણ
- ૨૭૦. હોલી શીયાળું
- બટાવડાં કુટુંબ
- ૨૭૧. બટાવડાં શાહી
- ૨૭૨. બટાવડાં દેશી
- ૨૭૩. બટાવડાં પહાડી અથવા રંગીન
- ૨૭૪. વાકુવાકુ
- તેતર કુટુંબ
- ૨૭૫. તેતર તલીયા
- ૨૭૬. તેતર કાળા
- ૨૭૭. તેતર ખડીયા
- લવાં અને બટેર કુટુંબ
- ૨૭૮. લવાં
- ૨૭૯. લવાં જંગલ
- સ્ત્રીયા રાજ્ય ચલાવતા બટેર
- ૨૮૦. બટેર હોર્ન
- ૨૮૧. બટેર બીલ
- ૨૮૨. બટેર ભારતીય બીલ
- ધાધસ અને ચીંગણા બટેર
- ૨૮૭. ધાધસ બટેર
- ૨૮૮. ચીંગણા બટેર
- મોર
- ૨૮૩. મોર
- જંગલી મુરઘા
- ૨૮૪. જંગલી મુરઘા લાલ
- ૨૮૫. જંગલી મુરઘા રાખોડી
- ૨૮૬. ચોખારા
- દસાડી અને તેના કુટુંબીઓ
- ૨૮૯. દસાડી
- ૨૯૦. ડવાંક
- ૨૯૧. જળકુકડી
- ૨૯૨. નીલકુકડી
- હુબારા કુટુંબ
- ૨૯૩. ઘોરાડ
- ૨૯૪. હુબારા
- ૨૯૫. ખડમોર
- જળમાંજાર અને બીજા જળચર
- ૨૯૬. જળમાંજાર
- ૨૯૭. જળમાંજાર કાળો
- ૨૯૮. કરચલા ખાંઊ
- ૨૯૯. ચકવા ચકવી
- ૩૦૦, ચકવા ચકવી મોટો
- ૩૦૧. રણગોધલો રેતાળ
- ૩૦૨. રણગોધલો
- ૩૦૩. દરીયાઈ અબલખ
- પાન બગલી, કાંકણસારો અને ચમચા
- ૩૦૪. પાન બગલી પીળી
- ૩૦૫. પાન બગલી સુરંગી
- ૩૦૬. પાન બગલી પરદેશી
- ૩૦૭. પાન બગલી કાળી
- ૩૦૮. કાંકણસાર ઘોળી
- ૩૦૯. કાંકણસાર કાળી
- ૩૧૦. કાંકણસાર પાન
- ૩૧૧. ચમચો
- ગીલામાં વસતા પંખીઓ
- ૩૧૨. ગારાખોદ સળીપૂચ્છ
- ૩૧૩. ગારાખોદ
- ૩૧૪. ગારાખોદ નાનો
- ૩૧૫. વનચોર
- ૩૧૬. પાન લવાં
- ૩૧૭. ગજપાઉ
- ૩૧૮. ઉલ્ટી ચાંચ
- ૩૭૩. પાન લવાં પીરોજી
- ૩૭૪. સંતાકુકડી બીલીયનની
- ૩૭૫. સંતાકુકડી ટપકીલી
- ૩૭૬. સંતાકુકડી તપખીરી
- ૩૭૭. જળમુરઘો અથવા કોરા
- ટીટોડી કુટુંબ
- ૩૧૯. ટીટોડી મળતાવડી
- ૩૨૦. ટીટોડી સફેદ પૂચ્છ
- ૩૨૧. ટીટોડી
- ૩૨૨. ટીટોડી પારસન
- ૩૨૩. ટીટોડી ઢોંગીલી
- ૩૨૪. ટીટોડી નાની રેતાળ
- ૩૨૫. ટીટોડી રેતાળ
- ૩૨૬. ટીટોડી બાટણ
- ૩૨૭. ટીટોડી સોનેરી બાટણ
- ૩૨૮. ટીટોડી જોર્ડનની ઝીણી
- ૩૨૯. ટીટોડી વિલાયતી ઝીણી
- ૩૩૦. ખલેલી નાની
- ૩૩૧. ખલેલી વિલાયતી
- ૩૩૨. ખલેલી
- જળાશયો પર ઉડતા પંખીઓ
- ૩૩૩. ધોંમડી સામાન્ય
- ૩૩૪. ધોંમડી પરદેશી
- ૩૩૫. ધોંમડી કાળા પેટની
- ૩૩૬. ધોંમડી નાની
- ૩૩૭. જળહળ
- ૩૩૮. તેજપર
- ૩૩૯. ધોંમડી થોભાળી
- ૩૪૦. ધોંમડી સફેદ પાંખવાળી કાળી
- ૩૪૧. ધોંમડા ધોંમડી
- ૩૪૨. ધોંમડી દરીયાઈ
- ૩૪૩. ધોંમડી ચોટીલી દરીયાઈ
- ૩૪૪. ધોંમડો કાળા માથાનો મોટો
- ૩૪૫. ધોંમડો કાળા માથાનો
- ૩૪૬. ધોંમડો
- ૩૪૭. ધોંમડો ગુલાબી
- ૩૪૮. ધોંમડો કાળી પીઠનો
- ૩૪૯. ધોંમડો પીળા પગ વાળો
- ૩૫૦. કીચડીયો રાખોડી
- ૩૫૧. દસાડી દરીયાઈ
- પાણીકાંઠે વસતા પંખીઓ
- ૩૫૨. ગડેરા કાળપૂચ્છઅથવા લાંબીચાંચ
- ૩૫૩. ગડેરા પટ્ટાપૂચ્છ અથવા લાંબીચાંચ
- ૩૫૪. રાતાપગ રાખોડી
- ૩૫૫. રાતાપગ
- ૩૫૬. ટુટવારી ગંદાપગ
- ૩૫૭. ટુટવારી લીલાપગ અથવા ટીમટીમા
- ૩૫૮, લગોઠો દરીયાઈ
- ૩૫૯. કીચડીયો
- ૩૬૦. કીચડીયો ટેમીંકનો
- ૩૬૧. કીચડીયો કાળા પેટનો
- ૩૬૨. કીચડીયો વાંકી ચાંચનો
- ૩૬૩. કીચડીયો સફેદ નયન
- ૩૬૪. ટીલીયો
- ૩૬૫. ટુટવારી લીલી
- ૩૬૬. ટુટવારી વન
- ૩૬૭. ટુટવારી અથવા ચંચળ
- ૩૬૮. ટુટવારી સામાન્ય
- ૩૬૯. કાચબરંગી
- સારસ કુટુંબ
- ઢોંક કુટુંબ
- ૩૭૮. ઢોંક બગલું
- ૩૭૯. ઢોંક બનારસ
- ૩૮૦. ઢોંક ઉજળી
- ૩૮૧. ઢોંક કાળી ટુલ
- ૩૮૩. ઢોંક કાળો
- ૩૮૪. ઢોંક જમાદાર
- ૩૮૪. ઢોંક નાનો જમાદાર
- બગલા કુટુંબ
- ૩૮૫. બગલો દરીયાઈ
- ૩૮૬. અવાંક
- ૩૮૭. બગલો કબૂત
- ૩૮૮. બગલો નડી
- ૩૮૯. બગલી લીલી
- ૩૯૦. બગલી કાણી
- ૩૯૧. બગલો ગાય
- ૩૯૨. બગલો મોટો સફેદ
- ૩૯૩. બગલો
- ૩૯૪. કીલીચીયો
- જળકાગડા કુટુંબ
- ૩૯૫. જળકાગડો નાનો
- ૩૯૬. જળકાગડો
- ૩૯૭. જળકાગડો કાળો
- ૩૯૮. સર્પગ્રીવ
- પેંણ કુટુંબ
- ૩૯૯. પેંણ ગુલાબી
- ૪૦૦. પેંણ ચોટીલી
- બળાં કુટુંબ
- ૪૦૧. બળાં
- ૪૦૨. બળાં નાના
- બતક કુટુંબ
- ૪૦૩. હંસ દેવ
- ૪૦૪. હંસ ગાજ
- ૪૦૫. હંસ રાજ
- ૪૦૬. હંસ શ્વેતભાલ ગાજ
- સ્થાનીક બતકો
- ૪૦૭. બતક મોટી સીસોટી
- ૪૦૮. બતક ચોટીલી લુહાર
- ૪૦૯. બતક બઈકલની મુરઘાબી
- ૪૧૦. બતક નુક્તા
- ૪૧૧. બતક ટીલીવાળી
- ૪૧૨. બતક નાની સીસોટી
- ૪૧૩. બતક ગીરજા
- પરદેશી બતકો
- ૪૧૪. બતક લાંલ ચાંચ
- ૪૧૫. બતક લાલશીર
- ૪૧૬. ધોળી-આંખ અથવા કારચીયા
- ૪૧૭. બતક ચોટીલી કાબરી
- ૪૧૮. બતક દરીયાઈ
- ૪૧૯. બતક નાની
- ૪૨૦. બતક શીંગપર
- ૪૨૧. બતક ચૈત્વા
- ૪૨૨. બતક પખ્તામુખી
- ૪૨૩. બતક ધોળી
- ૪૨૪. બતક નીલશીર
- ૪૨૫. બતક લુહાર
- ૪૨૬. બતક પીયાસણા
- ૪૨૭. બતક સુરખાબ
- ૪૨૮. બતક સફેદ સુરખાબ
- ડૂબકી કુટુંબ
- ૪૨૯. ડૂબકી
- ૪૩૦. ડૂબકી શ્યામગ્રીવ
- ૪૩૧. ડૂબકી ચોટીલી
સંદર્ભ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |